કાસગંજ હિંસા પર CM યોગી આખરે પોતાનું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

Written By:
Subscribe to Oneindia News

કાસગંજ હિંસા પર યુપીના સીએમ યોગી આખરે પોતાની ચુપ્પી તોડી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર રાજ્યમાં કોઇ પણ પ્રકારનો ભષ્ટ્રાચાર કે અરાજકતા નહીં ચલાવે. અને આવું કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. ત્યાં કાસગંજ હિંસા મામલે સીએમ યોગીએ સાંજે પોલીસ અધિકારીઓ સાથે બેઠક બોલાઇ છે. કાસગંજ હિંસાને કેન્દ્રએ પણ ગંભીરતાથી લઇને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે યુપી સરકારને પુછ્યું છે કે આખરે તેવું તો શું બન્યું કે જેના કારણે આ હદે હિંસા ફેલાઇ ગઇ જેને રોકવામાં પ્રશાસન નાકામ રહ્યું? સાથે જ સમય રહેતા કેમ આ હિંસાને કાબુમાં નથી લેવામાં આવી તે અંગે પણ કેન્દ્રએ સવાલ પુછ્યા છે.

yogi

ત્યાં જ યોગી આદિત્યનાથે આ મામલે કોઇ રીતે અવ્યવસ્થા નહીં ચલાવી લેવામાં આવી તેમ જણાવ્યું છે. નોંધનીય છે કે 26 જાન્યુઆરીએ અહીં તિરંગા યાત્રા કરવામાં આવી હતી. જે દરમિયાન બે પક્ષો વચ્ચે વાદવિવાદ અને પથરાવ થયો હતો. અને પાછળથી થયેલા ફાયરિંગમાં ચંદન ગુપ્તા નામના યુવકની મોત થતા વાતે મોટું સ્વરૂપ લીધુ હતું. અને આ વિવાદે કોમી હિંસાનું સ્વરૂપ લઇને મોટાપાયે નુક્શાન કર્યું હતું. આ મામલે ઉત્તર પ્રદેશની સરકારે પાછળથી ત્વરિત પગલાં લીધા પણ તે પહેલા જ ધણું મોડું થઇ ગયું હતું. અને આગ લાગ્યા પછી કૂવા ખોદવા જેવી સ્થિતિ સર્જાતા, સમગ્ર દેશનાં યુપી સરકારનું પ્રશાસન નબળું સાબિત થયું હતું.

English summary
Govt will not tolerate any kind corruption or anarchy the state cm yogi on kasganj violence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.