ખુશખબરી: હવે વોટ આપશો તો મળશે 50% ડિસ્કાઉન્ટ!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 10 માર્ચ: જો તમારે તમારા શહેરના કોઇ જાણીતિ અથવા મોંઘી હોટલમાં જમવું છે અથવા મનપસંદ ફિલ્મ થિયેટરમાં જોવી છે તો તમારે ફક્ત એક વોટ આપવો પડશે અને ત્યાં જઇને તમારી આંગળી પર વોટ આપ્યાનું નિશાન બતાવવું પડશે. અને તમને ખાણીપીણી અને મૂવીની ટિકીટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. પંજાબ સરકાર યુવાનોને પોલીંગ બૂથ સુધી લાવવા માટે ઘણા આવા પગલાં ભરી રહી છે.

ભારતીય ચૂંટણી પંચ આ વિશે ચૂંટણીમાં મતદારોને પોલીંગ બૂથો સુધી ખેંચી લાવવાના ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પંચનું કેન્દ્ર બિંદુ તે યુવા છે જે પહેલી વાર મતદાન કરી રહ્યાં છે અથવા તો વોટ આપવા પ્રત્યે ઉદાસીન છે.

ચૂંટણી પંચે દરેક રાજ્યોને ચેતાવણી આપી છે કે મતદારોને પોતાના મતદાનના હકનો ઉપયોગ કરાવવા માટે જાગૃત કરવામાં આવે, જેથી વધુમાં વધુ લોકો વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક મતદાનમાં ભાગ લઇ શકે. આને ધ્યાનમાં રાખતાં પંજાબમાં યુવાનો અને બીજા મતદાતાઓને વોટ આપવા માટે પ્રેરિત કરવા માટે આ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યાં છે અને વહિવટીતંત્ર હોટલો, થિયેટરો અને મોલના માલિકો સાથે બેઠકર કરીને ક્રિયાત્મક રૂપ આપવામાં જોડાઇ ગઇ છે.

vote

મોહાલીના ડી સી તજિંદર પાલ સિંહ સિદ્ધૂએ તેનું વિવરણ આપતાં કહ્યું હતું કે યુવાઓ અને બીજા લોકોને તેમના વોટના હકમાં જાગૃત કરવા માટે અને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે ચૂંટણી પંચે કેટલાક પગલાં ભર્યા છે. તેમના આદેશનુસાર હોટલો, મોલ્સ અને થિયેટરોને ડિસ્કાઉન્ટ કુપન્સ કાઢવામાં આવી રહી છે, જે તે લોકોને આપવામાં આવશે જે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત આ વખતે આઇ ટી ઇંડસ્ટ્રીની મદદ પણ લોકોની સુવિધા માટે લેવામાં આવશે જેથી મતદાતાને પોતના મોબાઇલ દ્વારા ખબર પડી જશે કે કયા મતદાન કેન્દ્ર પર કેટલી ભીડ છે અને કેટલીવારમાં તેમનો નંબર આવવાનો છે. આ ઉપરાંત રોડ શો પણ કરાવવામાં આવશે. તો કેટલાક યુવાનોએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતાં આ ડિસ્કાઉન્ટની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ પગલાંથી યુવાનોને વોટ આપવા માટે પ્રોત્સાહન મળશે.

English summary
Great Offer! Hotels in Amritsar vote and get 50% discount on Food.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X