કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'
આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ
જી હાં, 1999માં જે સમયે કારગિલ યુદ્ધ થઇ રહ્યું હતું, તે સમયે પાકિસ્તાને બોર્ડર પર હાજર સૈનિકોને તો નિશાન બનાવ્યા જ હત સાથે જ તેને એનએચ-1થી પસાર થનાર ટ્રકોને નિશાન બનાવવાનું શરૂ કરી દિધું હતું. ત્યારે ભારતીય સેનાના જવાનોએ એક એવી દિલાલનું નિર્માણ કર્યું જેની ઉંચાઇ અનેક ટ્રકોની ઉંચાઇથી વધુ હતી. આ દિવાલની આડ લઇને જ્યારે સેનાના ટ્રક પસાર થતા તો તે પાકની ગોળીબારી પણ તેમને કંઇ નુકશાન થતું ન હતું.
ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ
રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર થયો હતો હુમલો
આ દિવાલ બન્યા પછી સેનાએ રસદ અને બીજા સામાન સપ્લાઇ કરનાર ટ્રક સરળતાથી પસાર થઇ શકતા હતા. આ તે દિવાલ છે, જેની આડ લેતાં જવાનોએ પાક સૈનિકોનો જોરદાર મુલાબલો કર્યો. આ તે દિવાલ છે, જેને દેશના તમામ સૈનિકોનો જીવ બચાવ્યો. અત્યાર સુધી સાત અજૂબામાંથી એક ધ ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનું નામ લેતાં હશો, આશા છે કે આ દિવાલને હવે તમે ક્યારે ભૂલી શકશો નહી કારણ કે આ છે ''ધ વૉલ ઓફ ઇન્ડિયા''.