For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

80 હજારના ડિફેન્સ પ્રોજેક્ટ્સ અને મોદીનું ‘મેક ઇન ઇન્ડિયા’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ છેલ્લા 10 વર્ષોમાં દેશની સેનાઓ અને રક્ષા ક્ષેત્રમાં નબળા થવાનું નુક્સાન આવનારા સમયમાં દેશને ભોગવવું ન પડે તેને ધ્યાનમાં રાખીને શનિવારે નરેન્દ્ર મોદીએ 80 હજાર કરોડ રૂપિયાના મેગા ડિફેન્સ પ્રોજેક્ટ્સની મંજૂરી આપી દીધી છે.

defenceprojectsclearedbymodigovt
જે પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, તેની ખાસિયત એ છેકે અનેક પ્રોડક્ટ્સ હવે ભારતમાં જ તૈયાર થશે. અહીં મોદીએ પોતાના મેક ઇન ઇન્ડિયા ફોર્મૂલાને ધ્યાનમા રાખ્યો છે.

ઇન્ડિયન નેવીને આપવામાં આવી પ્રાથમિકતા

કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય ડિફેન્સ એક્યુઝીશિન કાઉન્સિલ સાથે થયેલી મીટિંગમાં લેવામાં આવ્યો, જેના પ્રમુખ રક્ષા મંત્રી અરૂણ જેટલી છે. બે કલાક સુધી આ બેઠકમાં રક્ષા સચિવ, ત્રણેય સેનાઓના પ્રમુખ, ડીઆરડીઓ પ્રમુખ અને બીજા વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આ પ્રોજેક્ટ્સમાં પ્રાથમિકતા ઇન્ડિયન નેવીને આપવામાં આવી.

જેના કારણે નેવી સાથે જોડાયેલા મોટાભાગના સોદાઓને સરકારે મંજૂરી આપી દીધી છે. નેવી છેલ્લા કેટલાક વર્ષોથી મોર્ડનાઇજેશનની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી.

શું ખાશ છે આ પ્રોજેક્ટ્સમાં જેને મળી છે લીલી ઝંડી

  • 50 હજાર કરોડની લાગતથી દેશમાં છ સબમરીન્સને નિર્મિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • ઇઝરાયલથી ઇન્ડિયન આર્મી માટે 3200 કરોડ રૂપિયાની લાગતથી 8356 એન્ટી ટેંક્સ ગાઇડેટ મિસાઇલ ખરીદાશે.
  • ઇન્ડિયન આર્મી આ મિસાઇલ માટે 321 લોન્ચર્સ પણ ખરીદાશે.
  • એનહેસ્ડ સેંસર્સથી લેસ 1850 કરોડ રૂપિયાની લાગતથી એચએએલ 12 ડોર્નિયર સર્વિલાંસ એરક્રાફ્ટ્સનું નિર્માણ થશે.
  • પશ્ચિમ બંગાળના મેડક સ્થિત ઓર્ડિનેન્સથી 662 કરોડ રૂપિયાની લાગતથી 362 ઇંફ્રેટ્રી ફાઇટિંગ વ્હીકલ ખરીદવાનો નિર્ણય.
  • 662 કરોડની લાગતથી 7.5 ટન રેડિયો કંટેનર્સની 1,761 યુનિટ ખરીદવાનો નિર્ણય.
  • 740 કરોડની કિંમતથી 1768 વેગન ખરીદવાનો નિર્ણય.

અમેરિકાના બદલે ઇઝરાયલને મહત્વ
જે ડિફેન્સ પ્રોજેક્ટ્સને મોદી સરકારે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યા છે, જેની સૌથી ખાસ વાત હતી કે અમેરિકાને સાઇડલાઇન કરી ઇઝરાયલને મહત્વ આપવામાં આવ્યું છે. ભારત પાસે અમેરિકન જૈવલિન મિસાઇલ ખરીદવાનો પ્રસ્તાવ પણ હતો, પરંતુ તેણે પોતાના જૂના રક્ષા ભાગીદારને નજર અંદાજ કર્યા નથી. ઇઝરાયલની રક્ષા ટેક્નિક વિશ્વની સર્વોત્તમ છે.

English summary
Green signal by Narendra Modi for 80,000 crore mega defence projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X