મણિપુરમાં સાંસદના નિવાસ સ્થાને ગ્રેનેડ ફેંકાયો

પોલીસના જણાવ્યા મુજબ અજ્ઞાત ઉગ્રવાદીઓએ મોડડાંગપોક વિસ્તારમાં આવેલ સાંસદના નિવાસસ્થાને ગ્રેનેડ વડે હુમલો કર્યો, પરંતુ બૉમ્બ સદનસીબે ફાટ્યો નહીં, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી થઈ. તેમના ઘરના કમ્પાઉંડમાં આ ગ્રેનેડ ફેંકાયો હતો. ગ્રેને અંગે જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી.
માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ સાથે બૉમ્બ નિરોધક દળના જવાનો પણ પહોંચી ગયાં. જે વખતે બૉમ્બ ઘરમાં ફેંકાયો, તે વખતે સાંસદ ઘરે હાજર નહોતાં. તેઓ શુક્રવારે સાંજે જ મણિપુરથી દિલ્હી પરત ફર્યા હતાં. આ અંગે પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. આ ગ્રેનેડ એક પૉલિથીન થેલીમાં લપેટેલો હતો.












Click it and Unblock the Notifications
