For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ લગ્નના બીજા જ દિવસે વરરાજાનું મોત, કંદોઇથી લઇ બકાલી સુધી 111 લોકો સંક્રમિત

બિહારઃ લગ્નના બીજા જ દિવસે વરરાજાનું મોત, કંદોઇથી લઇ બકાલી સુધી 111 લોકો સંક્રમિત

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં લગ્ન સમારોહના મામલાએ પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની પરશાની વધારી દીધી છે. લગ્નમાં સામેલ થનાર લોકોમાં તેજીથી સંક્રમણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી આ લગ્ન સમારોહમાં સામેલ થયેલા 369 લોકોની તપાસ થઈ ચૂકી છ. જમાંથી 89 લોકો સંક્રમિત મળી આવ્યા છે જ્યારે 31 લોકો પહેલેથી જ પોઝિટિવ હતા. પટનાના પાલીગંજમાં થયેલ આ લગ્ન સમારોહમાં સાત ફેરા લીધાના બીજા જ દિવસે વરરાજાનું મોત થયું હતું. જે બાદ હવે આ મામલો સામુદાયિક સંક્રમણનું રૂપ લેતો જણાઇ રહ્યો છે.

marriage

જિલ્લા પ્રશાસન મુજબ 15 જૂને આ લગ્ન થયાં હતાં અને આગલા જ દિવસે વરરાજાનું મોત થયું હતું. લગ્નમાં સામેલ થયેલ કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણની ફરિયાદ હતી જે બાદ જાનૈયાઓના ગ્રુપ સેમ્પલ લેવામાં આવ્યાં. જે બાદ અન્ય કેટલાક લોકો સંક્રમિત હોવાની જાણકારી મળી. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ચાર તબક્કામાં અત્યાર સુધી 369 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

પરિવાર મુજબ વરરાજો લગ્ન પહેલા જ ગાડી મારફતે દિલ્હીથી બિહાર આવ્યો હતો. બિહાર પહોંચ્યા બાદ તે થોડા દિવસ આઇસોલેશનમાં પણ રહ્યો હતો. પરિવારનુ કહેવું છે કે લગ્ન પહેલા કોરોનાના લક્ષણ જોવા નહોતા મળ્યા. લગ્નના આગલા દિવસે તેનું મોત થઇ ગયું. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલ વિસ્તારના સ્થાનિક દુકાનદારો, બકાલી અને કંદોઇના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જે બાદ પ્રશાસનની ચિંતા વધી ગઇ છે.

Unlock 2 Guideline: જાણો શું શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશેUnlock 2 Guideline: જાણો શું શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે

English summary
Groom dies on second day of wedding, 111 reported corona positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X