For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમ્માન

કેન્દ્ર સરકારે સરદાર પટેલ નેશનલ યુનિટી અવૉર્ડનું એલાન કરી દીધુ છે. આ સાથે જ સરદાર પટેલના સમ્માનમાં અવૉર્ડની અધિસૂચના પણ જારી થઈ ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે સરદાર પટેલ નેશનલ યુનિટી અવૉર્ડનું એલાન કરી દીધુ છે. આ સાથે જ સરદાર પટેલના સમ્માનમાં અવૉર્ડની અધિસૂચના પણ જારી થઈ ચૂકી છે. આ પુરસ્કાર પદ્મ પુરસ્કારોની જેમ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ દસ ડિસેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાં આયોજિત પોલિસ મહા નિર્દેશક અને પોલિસ મહાનિરીક્ષકના વાર્ષિક સંમેલનમાં આ સમ્માનની ઘોષણા કરી હતી. સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' અહીં જ સ્થિત છે.

statue of unity

ગૃહ મંત્રાલય તરફથી જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર, ભારતના કોઈ પણ નાગરિક કે સંસ્થા આ સમ્માન માટે ધર્મ, સંપ્રદાય, જાતિ, લિંગ, જન્મ સ્થાન, રોજગારના આધારે કોઈ ભેદભાવ વિના આના માટે યોગ્ય છે. અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે સમ્માન મેળવતા નામ ભારતના રાજપત્રમાં પ્રકાશિત થશે અને રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર સમ્માન મેળવતા બધા લોકોના નામની સૂચિ રાખવામાં આવશે. આ સમ્માન કમળના પત્તાના આકારની હશે. તેની લંબાઈ 6 સેમી, પહોળાઈ 6 અને બે સેમી અને જાડાઈ ચાર મિલીમીટર હશે.

આમાં હિંદીમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર લખ્યુ હશે. આ પહેલા પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ કરાવ્યુ હતુ. આજે આ વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પહેલી વાર આની કલ્પના કરી હતી. 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' એ ટાઈમ મેગેઝીનની વર્ષ 2019ની 100 સર્વશ્રેષ્ઠ સ્થાનોની યાદીમાં પણ સ્થાન મેળવ્યુ.

આ પણ વાંચોઃ હોટલમાં રૂમ લેવા થયા સસ્તા, સરકારે જીએસટી દરોમાં કર્યો ઘટાડોઆ પણ વાંચોઃ હોટલમાં રૂમ લેવા થયા સસ્તા, સરકારે જીએસટી દરોમાં કર્યો ઘટાડો

English summary
Sardar Patel National Unity Award to be bestowed for national integration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X