ગોધરાકાંડમાં ક્ષતિ પામેલ ધાર્મિક સ્થળો અંગે SCનો ચૂકાદો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં 2002ના થયેલા ગોધરાકાંડના રમખાણોમાં અનેક ધાર્મિક સ્થળોના નુકશાનમાં સરકારી સહાય અંગે નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો. જેને પડકારતા સુપ્રીમ કોર્ટે આ આદેશને નકાર્યો છે. આ મામલે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને પી.સી.પેન્ટનાએ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, સરકાર લોકોના પૈસા, જે કરના સ્વરૂપમાં સરકાર પાસે આવે છે, તે કોઈ પણ ધાર્મિક સ્થળના સમારકામમાં ખર્ચી નહિં શકે. તેમણે આગળ જણાવ્યું કે, જો સરકારને તેમને સહાય કરવી જ હોય તો એ સ્થળને મંદિર, મસ્જીદ કે ધાર્મિક સ્થળ સમજીને નહિં, પરંતુ કોઈ ઈમારત સમજીને સહાય કરવી.

સુપ્રીમ કોર્ટ

અત્રે ઉલ્લખનીય છે કે, 2012માં ગુજરાત હાઈકોર્ટે આ અંગે નિર્ણય કર્યો હતો કે, જેમ બીજા સ્થળોના સમારકામ માટે વધુમાં વધુ 50,000 આપવાની વાત હતી તે જ અન્ય ધાર્મિક સ્થળો માટે પણ એ જ રકમ મળશે. ગુજરાત સરકારે આ વાત સ્વીકારી હતી. પરંતુ ઇસ્લામિક રિલિફ સેન્ટરે આ અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે, રમખાણોમાં ધાર્મિક સ્થળોની રક્ષા સરકારે કરવાની હોય છે અને જો નુકસાન થાય તો સરકારે જ તેની ભરપાઈ કરવી જોઈએ. આ તમામ દલીલોને સુપ્રીમ કોર્ટે નકારી હતી. વળી, ઇસ્લામિક રિલિફ સેન્ટર દ્વારા રમખાણોમાં નુકસાન પહોંચેલ ધાર્મિક સ્થળોની સંખ્યા 500 દર્શાવી છે, જ્યારે ગુજરાત સરકાર અનુસાર આ સંખ્યા ઘણી ઓછી છે.

English summary
The religious structures damaged during the 2002 post Godhra riots will not have to be rebuilt by the Gujarat government.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.