For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ બાદ હવે આ બે રાજ્યો પર AAPની નજર, પાર્ટી નેતા અક્ષય મરાઠેએ ખુલાસો કર્યો

પંજાબ બાદ હવે આ બે રાજ્યો પર AAPની નજર, પાર્ટી નેતા અક્ષય મરાઠેએ ખુલાસો કર્યો

|
Google Oneindia Gujarati News

પંજાબમાં મળેલી પ્રચંડ બહુમતી બાદ હવે આમ આદમી પાર્ટી હવે પોતાનો આગલો લક્ષ્ય સાધવામાં લાગી ગઈ છે. પાર્ટીના નેતા અક્ષય મરાઠેએ જણાવ્યું કે અમારો આગલો લક્ષ્ય ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સત્તા મેળવવાનો છે. મરાઠેએ કહ્યું કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત હવે અમારા રડાર પર છે. પાર્ટી પોતાના કાર્યકર્તાઓને સતત આ રાજ્યમાં મોકલી રહી છે અને તેનાં મોટાં પરિણામ જોવા મળી શકશે. તેમણે કહ્યું કે દશકાથી ભારતના જે લોકોને એવી બે પાર્ટીઓ વચ્ચે ફેસલો કરવો પડતો હતો જે પાર્ટીઓએ જનતા માટે ક્યારેય કામ નથી કર્યું. પહેલીવાર લોકોને તેમનો વિકલ્પ મળ્યો છે અને લોકો બદલાવ ઈચ્છે છે.

akshay marathe

પાછલા 10 વર્ષમાં અમે ઘણી મહેનત કરી

મોટાભાગના એકેઝિટ પોલની ભવિષ્યવાણીઓને નકારતાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત પર પ્રક્રિયા આપતાં અક્ષય મરાઠેએ કહ્યું કે આમ આદમી પાર્ટીને દરેક જગ્યાએ તેનો સામનો કરવો પડ્યો છે. રાજનીતિના મોટા લોકો અમને નથી માનતા અથવા તો અમારી ઉપસ્થિતિ સ્વીકારતા નથી, પરંતુ પછી અમે તેમનો સફાયો કરી દઈએ છીએ. હું નમ્રતા સાથે કહું છું કે અમે પાછલા 10 વર્ષથી બહુ મહેનત કરી ચે અને અમારા પ્રદર્શનને બધા જોઈ શકે છે. જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટી 92 સીટ જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

ચન્ની પણ કમાલ ના કરી શક્યા

જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે. પાર્ટીએ વર્ષ 2017ના પોતાના પ્રદર્શનમાં ઉલ્લેખનીય સુધારો કર્યો અને કોંગ્રેસને સત્તાથી ઉખેડીને ફેંકી દીધી છે. કોંગ્રેસ આ વખતે રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી હતી. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાં બાદ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ પણ કંઈ કમાલ ના દેખાડી શક્યા. ખુદ ચન્નીને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

English summary
Gujarat and himachal pradesh are our next target says AAP Leader Akshay Marathe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X