આજે જાહેર થઈ શકે છે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી તારીખ, ચૂંટણી પંચ કરશે પ્રેસ કૉન્ફરન્સ
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.
ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્લીમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને બંને રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં કામે લાગી છે.

આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચ પ્રેસ કૉન્ફરન્સ કરશે. ડેપ્યુટી ઈલેક્શન કમિશ્નર 16મીથી 20મી ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીઓની આખરી સમીક્ષાની શરુઆત થઈ ચૂકી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર 26 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે હતા. 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. 2017માં 13 અને 17 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થયુ હતુ. સંભવ છે કે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેર થાય.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભામાં કુલ 182 બેઠકો છે જ્યારે હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો છે. ગુજરાતમાં 2017માં 9 અને 14 એમ બે તબક્કામાં મતદાન થયુ હતુ અને મતગણતરી 18 ડિસેમ્બરે થઈ હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયુ હતુ.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. આ ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 79 બેઠકો મળી હતી. બીજી તરફ 4 બેઠકો અન્ય ઉમેદવારોએ જીતી હતી. જો કે આ વખતે સમીકરણો સાવ અલગ છે અને આમ આદમી પાર્ટી પણ ભાજપ સામે મોટા પડકારરુપ છે. દિલ્લી પછી પંજાબમાં જીત મેળવનારી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સરકાર બનાવશે તેવો દાવો કરી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ગુજરાતમાં પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત છે.
Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ
— ANI (@ANI) October 14, 2022












Click it and Unblock the Notifications
