ભાજપ નહીં કરી શકે પપ્પૂ શબ્દનો ઉપયોગ, ચૂંટણી પંચનો આદેશ

Written By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધી ભાજપ આ પહેલા અનેક વાર પપ્પૂ કહેતી આવી છે. પણ હવે તે આવું નહીં કરી શકે. ભારતીય ચૂંટણી પંચે ભાજપ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક વિજ્ઞાપન વખતે પપ્પૂ શબ્દનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પપ્પૂ શબ્દનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીનો મજાક ઉડાવવામાં આવતો હતો. જો કે ચૂંટણી પંચના આ વાતને ગંભીરતાથી લીધી છે જેથી કરીને તે કોઇ વ્યક્તિ વિશેષ આ મામલે નિમિત્ત ના બને. ભાજપના સુત્રોથી આ વાતની જાણકારી મળી છે કે ચૂંટણી પ્રચાર વખતે આ ખાસ નામનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

Rahul Gahdhi

ઉલ્લેખનીય છે કે ગત મહિને ભાજપે કેટલીક જાહેરાતોની સ્ક્રિપ્ટ નિવાર્ચન આયોગની મીડિયા કમિટીને બતાવી હતી. કમિટીએ સ્કિપ્ટના કેટલાક શબ્દો અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. સ્કિપ્ટમાં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા માટે પપ્પુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મીડિયા ટીમે પપ્પુ શબ્દને આપત્તિજનક કહી તેને જાહેરાતમાંથી દૂર કરવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જે જાહેરાતો બહાર પાડવામાં આવે છે તેની સ્કિપ્ટ નિર્વાચન આયોગ સામે રાખવી પડે છે. અને તેમની મંજૂરી પછી જ આ પર જાહેરાત બને છે.

English summary
gujarat assembly election 2017: election commission directed bjp to remove or replace pappu word.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.