For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈપીએસ અધિકારી અનૂપ કુમાર સિંહ બન્યા એનએસજીના નવા ચીફ

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અનૂપ કુમાર સિંહને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અનૂપ કુમાર સિંહને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે કેબિનેટ કમિટીએ ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. અનૂપ સિંહ 1985 બેચના આઈપીએસ અધિકારી છે. શુક્રવારે જારી કરાયેલ અધિકૃત આદેશ મુજબ અનૂપ સિંહની બ્લેક કેટ્સ કમાંડો બળના ચીફ તરીકે નિયુક્તિને પીએમ મોદીના નેતૃત્વવાળા મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ મંજૂરી આપી દીધી.

Anup Kumar Singh

કાર્મિક તેમજ પ્રશિક્ષણ વિભાગ દ્વારા જારી આદેશ અનુસાર આ નિયુક્તિ પદ સંભાળવાની તારીખથી 30 સપ્ટેમ્બર 2020 સુધી કે આગલા આદેશ સુધી હશે. એનએસજીની સ્થાપના 1984માં આતંકવાદી તથા હાઈજેક જેવી ઘટનાઓથી નિપટવામાં સંઘીય આકસ્મિક બળ તરીકે થઈ હતી. આ બળના કમાંડોના દેશભરમાં પાંચ હબ છે. આ ઉપરાંત તેમનુ મુખ્ય કાર્યાલય ગુડગાંવના માનેસરમાં છે. તે અમુક હાઈ પ્રોફાઈલ વીવીઆઈપી લોકોની ખાનગી સુરક્ષામાં પણ તૈનાત છે.

દેશના સૌથી ખતરનાક કમાંડો હોય છે બ્લેક કેટ કમાંડો કે એનએસજી કમાંડો. એનએસજીને 16 ઓક્ટોબર 1984માં બનાવવામાં આવ્યા હતા જેથી દેશમાં થતી આતંકી ગતિવિધિઓ સામે લડી શકાય. નખથી લઈને શિખ સુધી કાળા પોષાકમાં ઢંકાયેલા અને આખા શરીરમાં ઘણા પ્રકારના સુરક્ષા કવચોથી લેસ એનએસજીના કમાંડોઝનો એક જ નારો છે - વન ફૉર ઑલ, ઑલ ફૉર વન. એનએસજીનો એક કમાંડો આતંકવાદીઓની એક આખી ગેંગ પર ભારે પડે છે. કમાંડોઝની આ માત્ર મનોવૈજ્ઞાનિક છબી નથી કે તેમને જોતા જ સુરક્ષાનો અહેસાસ થવા લાગે છે પરંતુ એ વાસ્તવિકતા છે કે કમાંડો કોઈ પણ પ્રકારના જોખમમાંથી છેવટે રસ્તો મેળવી જ લે છે.

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની રૂપરેખા નક્કી કરતી વખતે ઈઝરાયેલના આત્મઘાતી કમાંડોધને ધ્યાનમાં તો રાખવામાં આવ્યા, અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાંસના એલીટ કમાંડો ફોર્સિસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા જેનાથી એનએસજી કમાંડો દુનિયાની સર્વશ્રેષ્ઠ ફોર્સ બની શકે. આજે ભારતના એનએસજી કમાંડોઝની ગણતરી ઈઝરાયેલ, અમેરિકા, રશિયા અને ફ્રાંસના કમાંડો સાથે થાય છે. એશિયામાં ભારતના એનએસજી કમાંડોના મુકાબલે કોઈ બીજી ફોર્સ નથી. દેશમાં લગભગ 14500 એનએસજી કમાંડો છે જેમના અઢી વર્ષની આકરી ટ્રેનિંગ બાદ તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યોઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો

English summary
Gujarat cadre IPS officer Anup Kumar Singh is new NSG chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X