મોદીને ગુજરાતમાં ઘેરવાની તૈયારીમાં કોંગ્રેસ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં પોતાની પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવા માટે રેલીઓ કરી રહ્યાં છે. મોદીના નિશાના પર કોંગ્રેસ અને તેના સહયોગી દળ છે, તો કોંગ્રેસ તેમને તેમના જ ગઢમાં ઘેરવાની તૈયારીમાં છે. મોદીને ઘેરવા માટે કોંગ્રેસે ચક્રવ્યૂહ રચવાની શરૂઆત કરી દીધી છે.

narendramodiinmood
મોદી માટે તૈયાર કરવામાં આવી રહેલા ચક્રવ્યૂહને અંતિમ ઓપ આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ અને મહાસચિવ દિગ્વિજય સિંહ ગુજરાતમાં ડેરા જમાવીને બેસેલા છે. ઘેરાબંદીને મજબૂત બનાવવા માટે આગામી થોડાક દિવસોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે.

કોંગ્રેસ માની ચૂકી છે કે, મોદી રાજકિય જંગમાં તેમના કરતા ઘણા જ આગળ છે. તેવામાં તેમને તેમના જ ગઢમાં ઘેરવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. મોદીની વેગ પકડતી રફતારને રોકવા માટે રાહુલ ગાંધીએ પણ કમર કસી છે. એ જ કારણ છે કે, ગુજરાતમાં વિકાસની અતિરંજિત તસવીર દેખાડીને આખા દેશમાં પોતાના પક્ષમાં માહોલ ઉભો કરી રહેલા મોદીના દાવાઓ પોકળ સાબિત કરવા માટે કોંગ્રેસ આક્રમક અભિયાન ચલાવવા જઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયમાં રાષ્ટ્રિય રાજકારણમાં મોદીની વ્યસ્તતાને જોઇને કોંગ્રેસ ગુજરાતમાં મુદ્દાઓ શોધી રહી છે. કોંગ્રેસ ગુજરાતના વિકાસના દાવાઓના આંકડાઓ પર વાર કરીને મોદીને ઘેરવાની તૈયારીમાં છે.

English summary
Congress party going to set corner Narendra Modi in his own state. Rahul Gandhi will visit Gujarat soon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.