• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતે નારીશક્તિના ગૌરવ-સન્‍માનની પ્રેરક દિશા દેશને બતાવી છે: આનંદીબેન

|

પાનીપત, 21 જાન્યુઆરી મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતે મહિલા સશકિતકરણ અને માતા-દિકરી-બહેનોના આત્‍મ સન્‍માન ગૌરવ માટે દેશભરમાં અગ્રેસર રહી જેન્‍ડર બજેટનો કોન્‍સેપ્‍ટ અપનાવ્‍યો છે તેમ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. આનંદીબહેન પટેલે હરિયાણાના પાનીપતમાં ‘બેસ્‍ટ પ્રેકટીસીસ ફોર વીમેન એન્‍ડ ચાઇલ્‍ડ ડેવલપમેન્‍ટ' વિષયક નેશનલ વર્કશોપમાં સંબોધન કર્યું હતું.

કેન્‍દ્રીય મહિલા બાળવિકાસ મંત્રી મેનકા ગાંધી, હરિયાણાના મુખ્‍યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ મહાનુભાવો આ વર્કશોપના પ્રારંભ અવસરે ઉપસ્‍થિત રહ્યા હતા. જેન્‍ડર બજેટના આ નવતર અભિગમમાં મહિલા-નારીશકિતને સ્‍પર્શતી વિવિધ કલ્‍યાણ યોજનાઓનું ફલક વિસ્‍તારવા અલાયદા બજેટ પ્રાવધાન કરવામાં આવ્‍યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

woman
  • હરિયાણા-પાનીપત: બેસ્‍ટ પ્રેક્ટીસીસ ફોર વીમેન એન્‍ડ ચાઇલ્‍ડ ડેવલપમેન્‍ટ નેશનલ વર્કશોપ
  • ગુજરાતે નારીશકિતના ગૌરવ-સન્‍માનની પ્રેરક દિશા દેશને બતાવી છે: ગુજરાતના મુખ્‍યમંત્રીનું પ્રભાવક સંબોધન
  • આનંદીબહેન પટેલઃ નારી સશકિ્તકરણનો ગુજરાત પ્રયોગ જેન્‍ડર બજેટ
  • બે લાખથી અધિક સખીમંડળો દ્વારા ૩૦ લાખ ગ્રામીણ નારીશકિતના હાથમાં ર હજાર કરોડનો આર્થિક કારોબાર સોંપ્‍યો છે
  • કન્‍યા કેળવણી-શાળા પ્રવેશોત્‍સવની ફલશ્રુતિએ કન્‍યા ડ્રોપઆઉટ રેઇટમાં નોંધપાત્ર ઘટાડો
  • મહિલાશકિ્તના સામર્થ્‍યને નિખાર આપવા પોલીસ સેવામાં ૩૩ ટકા આરક્ષણ
  • માતા-બાળ આરોગ્‍ય માવજત-જતન માટે મુખ્‍યમંત્રી અમૃતમ ‘મા' વાત્‍સલ્‍ય યોજનાનો વ્‍યાપ વિસ્‍તાર્યો

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, ગુજરાતમાં નારી ગૌરવનિતી અને નારી અદાલતો પણ કાર્યાન્‍વિત કરવામાં આવી છે, સાથોસાથ ગ્રામીણ મહિલાશકિતને આર્થિક ઉન્‍નતિનો આધાર આપતા રાજ્યવ્‍યાપી બે લાખથી વધુ સખીમંડળો મિશન મંગલમ અન્‍વયે રચીને ત્રીસ લાખ ઉપરાંત માતા-બહેનોના હાથમાં ર૦૦૦ કરોડનો કારોબાર સોંપ્‍યો છે. મહિલાઓને સ્‍વરોજગાર અને કૌશલ્‍યવર્ધન તાલીમ પણ આપી છે.

આનંદીબહેને સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્‍યાન કન્‍યા શિક્ષણને જનઆંદોલનનું સ્‍વરૂપ આપીને પ્રતિવર્ષ જૂન માસમાં શાળા પ્રવેશોત્‍સવમાં મુખ્‍યમંત્રી સહિત સમગ્ર સરકારને આ શિક્ષણ યજ્ઞમાં જોડવાની ફલશ્રુતિએ ગુજરાતમાં આજે કન્‍યાઓનો ડ્રોપ આઉટ રેઇટ બે ટકા સુધી લઇ જવામાં સફળતા મેળવી છે.

મુખ્‍યમંત્રીએ માતા અને બાળ આરોગ્‍ય સંભાળ માટેના ગુજરાત પ્રયોગની વિશદ ભૂમિકા આપતાં જણાવ્‍યું કે, સલામત અને આરોગ્‍યપ્રદ પ્રસુતિ માટેની ચિરંજીવી યોજનાને પરિણામે ૯પ ટકા બહેનો-માતાઓની પ્રસુતિ ઇન્‍સ્‍ટીટયુશનલાઇઝડ થાય છે આને પરિણામે માતા-બાળ મૃત્‍યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રસુતા માતા અને નવજાત શિશુને હસતા ખેલતા સહિસલામત ઘરે પહોંચાડવા ખિલખિલાટ વાનની સફળતાની ગાથા પણ તેમણે આપી હતી.

woman
આનંદીબહેને રાજ્યમાં માતાઓ-બહેનોને મુખ્‍યમંત્રી અમૃતમ-‘મા' યોજના તહેત આવરી લઇ ‘મા' વાત્‍સલ્‍યમ અન્‍વયે ગંભીરતમ બિમારી-રોગમાં રાજ્ય સરકાર દ્વારા સારવાર સહાયની નવતર પહેલની વિશદ સમજ પણ આપી હતી. તેમણે એમ પણ જણાવ્‍યું કે, ગુજરાતમાં દિકરા-દિકરી વચ્‍ચેની અસમાનતા દુર કરી જન્‍મદર સંતૂલન માટે ‘બેટી બચાવો-બેટી વધાવો'ના સામાજિક જાગૃતિ અભિયાનને પરિણામે દર હજાર દિકરાએ દિકરીઓનું જન્‍મ પ્રમાણ પણ ૯રર સુધી પહોંચાડી શકયા છીએ.

આનંદીબહેને નારીશકિતને યોગ્‍ય અવસર આપવા માટે રાજ્ય સેવાઓમાં પોલીસદળમાં ભરતી સહિત ૩૩ ટકા મહિલા આરક્ષણ, IAS, IPS જેવી ઉચ્‍ચ સ્‍પર્ધાત્‍મક પરિક્ષામાં પ્રારંભિક સફળતા મેળવનાર દિકરીઓને રૂ. ૯૦ હજારની સહાય, સુરક્ષા સેતુ અન્‍વયે સ્‍વરક્ષણની સઘન તાલીમની જાણકારી પણ આપી હતી.

મુખ્‍યમંત્રીએ ગ્રામીણ નારીશકિતને પશુપાલન-દૂધ ઉત્‍પાદન વ્‍યવસાયમાં પ્રોત્‍સાહન માટે અપાતી ઉદાત સહાય-સાધનની તેમજ ઘર શૌચાલય નિર્માણના સમાજદાયિત્‍વ અભિયાનની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે આગામી બે વર્ષમાં રાજ્યના હરેક ઘરને શૌચાલય સુવિધાથી સાંકળી લઇ માતા-બહેનોના ગૌરવ સન્‍માનની પ્રતિબધ્‍ધતા દોહરાવી હતી.

આનંદીબહેને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ‘બેટી બચાવો-બેટી પઢાઓ'નો જે વિચાર દેશ સમક્ષ મૂકયો છે તેની સરાહના કરતાં વિશ્‍વાસ વ્‍યક્ત કર્યો હતો કે સમગ્રતયા નારીશકિત અને દિકરીઓ-માતા-બહેનો માટે હવે સાચ અર્થમાં ‘અચ્‍છે દિન આ ગયે હૈં' આ વર્કશોપમાં મહિલા બાળકલ્‍યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેહન ત્રિવેદી તથા ભારતના વિવિધ રાજ્યોના મંત્રીશ્રીઓ, વિધાયકો, આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

English summary
Gujarat gave proper direction to country in woman empowerment said Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more