• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત મોડલથી દેશનો વિકાસ શક્ય નથી: મનમોહન સિંહ

By Kumar Dushyant
|

જબલપુર, 18 નવેમ્બર: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા જબલપુર પહોંચેલા વડાપ્રધાન મનમોહન સિંહે ભારતીય જનતા પાર્ટી અને ખાસકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું હતું કે ગુજરાત મોડલથી દેશનો વિકાસ થઇ ન શકે. વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે રાઇટ ટાઉન સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતાં ભાજપના નેતાઓને સલાહ આપી હતી કે જ્યારે પણ તે બોલે સમજી વિચારીને બોલે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું નામ વિના તેમના નિવેદનનો હવાલો આપતાં ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. તેમની બધી તાકાત કોંગ્રેસના નેતાઓ પર કીચડ ઉછાળવા માટે લગાવે છે. અપમાન તથા અસત્યના રાજકારણનો સહારો લેવાનો આવે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે ગુજરાતના વિકાસ મોડલ પર સવાલ ઉઠાવતાં ગરીબ તથા નબળો વર્ગ વિકાસથી દૂર છે. આ દેશ વિશાળ છે અને દરેક રાજ્યની જરૂરિયાત અલગ-અલગ છે. એટલા માટે એક મોડલથી દેશનો વિકાસ સંભવ નથી.

નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેમને (મોદી) મધ્યપ્રદેશ અથવા છત્તીસગઢના લોકોને પૂછ્યું નહી હોય કે વિકાસ માટે તેમની શું પ્રાથમિકતા છે. બિહારમાં ગત 17 વર્ષોથી સાથ આપનારી પાર્ટીએ તેમનો સાથે છોડી દિધો છે.

તેમને કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા ફક્ત એક પરિવાર પર આરોપ લગાવે છે અને તે અંદોજો લગાવતાં નથી કે આ પરિવારે રાષ્ટ્રના નિર્માણ માટે શું-શું કુરબાની આપી છે. જે લોકો નકારાત્મક રાજકારણ કરે છે તે દેશનું શું નિર્માણ કરશે.

manmohan-singh-607

વડાપ્રધાને અપરોક્ષ રીતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર નિશાન તાક્યું હતું. તેમને કહ્યું હતું કે જે સંસ્થા આ પાર્ટીની પ્રેરણા પ્રાપ્ત કરે છે, તેને સાંપ્રદાયિક ગણાવતાં સરદાર વલ્લભાઇ પટેલે પ્રતિબંધ લગાવ્યો હતો. ભાજપે 1991માં આર્થિક સુધારાનો વિરોધ કર્યો હતો. કોમ્યુટરીકરણનો પણ તેને વિરોધ કર્યો હતો. મને ખબર નથી યાદ નથી કે આ પાર્ટીના કોઇએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન રહ્યું હોય.

મધ્યપ્રદેશની સરકારને લઇને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતાં વખાણ પર વડાપ્રધાને સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો આ રાજ્યમાં યોગ્ય લાભ ઉઠાવ્યો નથી. સાક્ષરતાના મુદ્દે મધ્યપ્રદેશ 20 રાજ્યોમાં પાછળ છે, અભ્યાસ ઠીક છે, સામાન્ય માણસની આવકના મુદ્દે રાજ્ય 20 રાજ્યોની સરખામણીએ પાછળ છે. તેમછતાં ભાજપના નેતાઓ મધ્યપ્રદેશની પ્રશંસા કરી રહ્યાં છે.

તેમને કહ્યું હતું કે ગત નવ વર્ષોમાં યુપીએ સરકારના કાળમાં દરેક વિસ્તારમાં વિકાસ થયો છે અને અહીં રેકોર્ડ સામાન્ય જનતા સમક્ષ છે. ચૂંટણીમાં વોટ નાખતાં પહેલાં મતદારોએ સરકારોના રેકોર્ડનું અધ્યન કરવું જોઇએ. કોંગ્રેસનું માનવું છે કેદેશની આર્થિક પ્રગતિ એવી હોવી જોઇએ જેથી સામાન્ય માણસનું જીવન આનંદમય બને.

વડાપ્રધાને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારની તક પુરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનાનો ઉલ્લેખ કર્યો. આ સભામાં કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રી કમલનાથ તથા પાર્ટીના રાજ્ય પ્રભારી મોહન પ્રકાશ પણ હાજર હતા.

English summary
According to prime minister Manmohan Singh Gujarat Model is not appropriate for whole country. Every state has different needs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more