મહિલા સશક્તિકરણનો વાયદો ખોટો : ભાજપ - કોંગ્રેસમાં મહિલા ઉમેદવારોનો ટોટો

Google Oneindia Gujarati News

અમદાવાદ, 11 એપ્રિલ : મહિલા સશક્તિકરણની ગુલબાંગો પોકારતા રાજકીય પક્ષોના દંભની વાસ્તવિકતા લોકસભા ચૂંટણી 2014માં ટિકીટ ફાળવણી સમયે ખુલ્લી પડી ગઇ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના 52 ઉમેદવારો પૈકી માત્ર પાંચ મહિલાઓને જ ટીકિટ આપવામાં આવી છે.

ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષને ચૂંટણી નજીક આવતાં જ મહિલાઓના મુદ્દા, તેમની સમસ્‍યાઓ, હકો અને નિસબતોની યાદ આવી જાય છે. મહિલા સશક્‍તિકરણનો એજન્‍ડા પક્ષોના ચૂંટણી એજન્‍ડા પણ બની જતાં હોય છે. પરંતુ ચૂંટણીમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્‍ય પક્ષોની પોલંપોલ ખુલ્લી પડી છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014માં મહિલા મતદારોનું વર્ચસ્‍વ મહત્ત્વપૂર્ણ બની રહે તેવી શક્‍યતાઓ વચ્‍ચે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ મળીને માત્ર પાંચ બેઠકો પરથી જ મહિલાઓને ટિકિટ ફાળવી છે!

33 ટકા મહિલા અનામત ક્યાં ગઇ ?

33 ટકા મહિલા અનામત ક્યાં ગઇ ?

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપે ચાર જયારે કોંગ્રેસે માત્ર એક મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજયમાં આ બન્ને પક્ષોના મહિલા ઉમેદવારો ૧૦ ટકા પણ નથી.

આ છે ગુજરાતના મહિલા ઉમેદવારો

આ છે ગુજરાતના મહિલા ઉમેદવારો

ભાજપે જયશ્રીબેન પટેલને મહેસાણાથી, પૂનમ માડમને જામનગરથી, ભારતીબેન શિયાળને ભાવનગરથી અને દર્શનાબેન જરદોશને સુરતથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. જયારે કોંગ્રેસે દાહોદની બેઠક પર પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે.

સંસદમાં પ્રતિનિધિત્વ ઓછું

સંસદમાં પ્રતિનિધિત્વ ઓછું

જો ભાજપ જીતે તો ચાર મહિલા ઉમેદવારો અને કોંગ્રેસ જીતે તો માત્ર એક મહિલા ઉમેદવાર રાજયની મહિલાઓનું પ્રતિનિધિત્‍વ દેશની સંસદમાં કરશે. તેઓ રાજયની મહિલાઓના મુદ્દા, પ્રશ્નો, સમસ્‍યાઓ અને જરૂરિયાતોને સંસદમાં વાચા આપશે.

ચૂંટણી ઢંઢેરામાં પીટ્યા ઢંઢેરા

ચૂંટણી ઢંઢેરામાં પીટ્યા ઢંઢેરા

આ મહિલા પ્રતિનિધિત્‍વનું ‘સંખ્‍યાબળ' પૂરતું જણાય છે?હાલ ચૂંટણીઓમાં મહિલાઓના સશક્‍તિકરણ અને સુરક્ષાની ચિંતામાં દરેક પક્ષ અને તેના સ્‍ટાર નેતાઓ વ્‍યસ્‍ત છે. પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં અને નેતાઓ ભાષણો અને ચર્ચાઓમાં મહિલાઓના મુદ્દા કદાચ સૌથી વધુ હોય છે, તેમ છતાંય મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં પક્ષોમાં ખચકાટ હોય તેવું આંકડા જોતાં સ્‍પષ્ટ થઈ જાય છે.

ભાજપનો દાવો

ભાજપનો દાવો

ભાજપ તરફથી તો એવો દાવો પણ કરવામાં આવ્‍યો છે કે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ ઉમેદવારોને બેઠકો ફાળવવામાં તેઓ કોંગ્રેસ કરતાં આગળ છે. પરંતુ 26 બેઠકોમાંથી ભાજપની ચાર મહિલા ઉમેદવાર કુલ બેઠકના 25 ટકા પણ થતી નથી.

કોંગ્રેસની ટાંય ટાંય ફિશ

કોંગ્રેસની ટાંય ટાંય ફિશ

બીજી તરફ કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર કુલ ઉમેદવારોની તુલનાએ પાંચ ટકા પણ નથી...! આ વિરોધાભાસ તો છે પરંતુ ક્‍યાંકને ક્‍યાંક તે રાજકીય અને સામાજિક વિટંબણાનું વાસ્‍તવિક ચિત્ર પણ છે.

મહિલાઓના મુ્દ્દા હાંસિયામાં?

મહિલાઓના મુ્દ્દા હાંસિયામાં?

મતદાન સમયે મહિલા મતદારો સામે સુરક્ષા, મોંઘવારી, રોજગારી, સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષણ જેવા અનેક મુદ્દા હશે, પરંતુ તેમણે એ પણ જોવું પડશે કે તેમના મુદ્દાઓને મજબૂતીથી સંસદમાં રજૂ કરવા માટે પૂરતી સંખ્‍યામાં મહિલા સાંસદો છે કે કેમ..?

English summary
Political party's false claiming about believing in women empowerment is exposed. In Gujarat Only 5 women get ticket from BJP and Congress in elections 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X