ઠંડી સાથે સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરી છે. 17 ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો જોવા મળશે, જેના કારણે ઠંડીમાં થોડી રાહત અનુભવાશે. લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17-20 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આ દિવસોમાં દરિયાકાંઠાના ભાગોમાં પણ ઠંડી રહેશે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં સવારે વધુ ઠંડી રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને દેશનાં ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. 27 ડિસેમ્બરથી ઠંડીનો વેગ વધશે અને હવામાન ફરી બદલાશે. જાન્યુઆરીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપોથી 11 જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા છે.
તેમણે ફેબ્રુઆરી મહિના માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાનું અનુમાન કર્યું છે. એક પછી એક આવતા ડિસ્ટર્બન્સને કારણે સવારે હળવા ધુમ્મસ અને બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે.
અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વાતાવરણ ડામાડોળ રહેવાની આગાહી કરી હતી. 19 થી 21 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાશે. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે, જે દેશના ઉત્તરીય પર્વત પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટાવશે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
