ટોક્યો ઑલિમ્પિકમાં ગુરજીત કૌરનો ઐતિહાસિક ગોલ, ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો નવો ઇતિહાસ

ટોક્યો ઑલિમ્પિકમાં ગુરજીત કૌરનો ઐતિહાસિક ગોલ, ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો નવો ઇતિહાસ

રવિવારે ભારતીય પુરૂષ હૉકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હૉકી ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઑલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ કૅપ્ટન રાની રામપાલની મહિલા હૉકી ટીમ ભારતના ઇતિહાસની શ્રેષ્ઠ ટીમ બની ગઈ છે.

ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કૉર્નરથી ગોલ નોંધાવ્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કૉર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને સરસાઈ અપાવી હતી. ઑલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ હતો.

https://twitter.com/Tokyo2020hi/status/1422060427681308673

દિગ્ગજ મનાતી ઑસ્ટ્રેલિયાની ટીમના અનેક હુમલા ખાળીને ભારતની ટીમે 1 ગોલની સરસાઈ જાળવી રાખી હતી અને અંતે 1-0થી વિજય મેળવી લીધો હતો.

ભારતીય મહિલા હૉકી ટીમે પોતાની અંતિમ બે મૅચોમાં આયર્લૅન્ડ અને સાઉથ આફ્રિકાને હરાવી છ પૉઇન્ટ સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે ટીમનું ઑલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન 1980માં મોસ્કોમાં રહ્યું હતું જ્યારે તે છ ટીમોમાં ચોથા સ્થાને રહી હતી.


કોણ છે ગુરજીત કૌર?

ગુરજીત કૌરે શાનદાર પહેલો ગોલ કરી ટીમને જીત અપાવી

ગુરજીતકૌર પ્રથમ વાર ટોક્યોમાં ઑલિમ્પિકમાં રમી રહ્યાં છે અને ટીમમાં ડિફેન્ડર અને ડ્રૅગ ફ્લિકરની બેવડી ભૂમિકા નિભાવે છે.

પંજાબની પાકિસ્તાન નજીક સરહદે આવેલા ગામે જન્મેલાં ગુરજીત શાળામાં હૉકી રમતાં હતાં અને તેમાં તેમને મજા આવવા લાગી હતી. ડ્રૅગ ફ્લિક વિશે તેમને બહુ ખ્યાલ નહોતો, પરંતુ સારા માર્ગદર્શન અને પ્રૅક્ટિસ પછી આજે હૉકીમાં ઉત્તમ ડ્રૅગ ફ્લિકર મહિલા ખેલાડીઓમાં તેમનું નામ પણ લેવાય છે.

જાપાનમાં 2019માં FIH વિમૅન્સ સિરીઝ ફાઇનલ રમાઈ તેમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને તે વખતે સૌથી વધુ ગોલ કરનારાની યાદીમાં ગુરજીતને સ્થાન મળ્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં ગુરજિતે કહ્યું કે ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા ટીમ સુવર્ણચંદ્રક જીતશે તો તે ઐતિહાસિક ક્ષણ હશે અને ઊભરતી મહિલા ખેલાડીઓ માટે બહુ મોટી સિદ્ધિ હશે.

https://www.youtube.com/watch?v=8yOcj2BSpl4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X