Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચૂંટણી આવતા ફરી મળી ગુરમીત રામ રહીમને પેરોલ, જાણો ક્યારે ક્યારે આવ્યો બહાર?

Gurmeet Ram Rahim parole: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ મંગળવારના રોજ 21 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બળાત્કારનો દોષી ગુરમીત રામ રહીમ સિંહ હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ હતો.

રામ રહીમ આજે સવારે 6:30 વાગ્યે જેલમાંથી મુક્ત થયો હતો. આશ્રમમાંથી તેને લેવા માટે બે વાહનો આવ્યા હતા. તેઓ ડેરાના બાગપત આશ્રમમાં રોકાશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 9 ઓગસ્ટના રોજ SGPCની અરજી ફગાવી દીધી હતી.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC), સર્વોચ્ચ ગુરુદ્વારા સંસ્થાએ રામ રહીમની અસ્થાયી મુક્તિ સામે અરજી દાખલ કરી હતી. એસજીપીસીએ એવી પણ દલીલ કરી હતી કે, ડેરા ચીફ હત્યા અને બળાત્કાર જેવા અનેક ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહ્યો છે, અને જો તેને મુક્ત કરવામાં આવે તો તે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે, અને જાહેર વ્યવસ્થાને પ્રતિકૂળ અસર કરી શકે છે.

આ વર્ષે રામ રહીમે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો - રામ રહીમે આ વર્ષે જૂનમાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, અને તેને 21 દિવસની છૂટ આપવાના નિર્દેશની માંગ કરી હતી. 29 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે હરિયાણા સરકારને કહ્યું હતું કે, ડેરા સચ્ચા સૌદા ચીફને તેની પરવાનગી વિના વધુ પેરોલ ન આપે.

કોર્ટે પોતાના આદેશમાં, કોર્ટે SGPCની દલીલને ફગાવી દીધી હતી કે, હરિયાણા ગુડ કન્ડક્ટ પ્રિઝનર્સ (ટેમ્પરરી રીલીઝ) એક્ટ, 2022ને બદલે, હરિયાણા ગુડ કન્ડક્ટ પ્રિઝનર્સ (ટેમ્પરરી રીલીઝ) એક્ટ, 1988, ડેરા ચીફને પેરોલ આપવા માટે વિચારણા કરતી વખતે અમલમાં મુકવામાં આવેલ છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર માટેના વરિષ્ઠ વકીલની દલીલને શરૂઆતમાં નકારી કાઢવામાં આવે હતો. કારણ કે, 2022નો કાયદો સારા આચરણ સાથે કેદીઓને કામચલાઉ મુક્તિની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.

કોર્ટે જણાવ્યું હતું કે, પ્રતિવાદી નંબર 9 (ડેરા ચીફ) ના કેસમાં સક્ષમ અધિકારી ડિવિઝનલ કમિશનર ઓફ પોલીસ છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જોકે, આ કોર્ટ એ જોવા માંગે છે કે, જો પ્રતિવાદી નંબર 9 દ્વારા કામચલાઉ મુક્તિ માટેની કોઈપણ અરજી કરવામાં આવશે, તો તેને અધિનિયમ 2022 ની જોગવાઈઓ અનુસાર સખત રીતે ધ્યાનમાં લેવામાં આવશે અને સક્ષમ અધિકારી તેનો આશરો લેશે નહીં. મનસ્વીતા અથવા પક્ષપાત અથવા ભેદભાવમાં સામેલ થશે નહીં.

Gurmeet Ram Rahim parole

બળાત્કારના આરોપમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે રામ રહીમ - રામ રહીમ તેના બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. તેને રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં રાખવામાં આવ્યો હતો. રામ રહીમને 19 જાન્યુઆરીએ 50 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો હતો.

આ વર્ષે મે મહિનામાં, હાઇકોર્ટે રામ રહીમ અને અન્ય ચારને 2002માં સંપ્રદાયના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યામાં કલંકિત અને અસ્પષ્ટ તપાસને ટાંકીને નિર્દોષ જાહેર કર્યા હતા.

લગભગ 20 વર્ષ જૂના રણજીત સિંહ હત્યા કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે પાંચેયને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમને તેના સહ-આરોપીઓ સાથે ગુનાહિત ષડયંત્ર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

પહેલી પેરોલ - 7 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી, 2022 : ગુરમીત રામ રહીમને ચાલુ વર્ષે પહેલીવાર 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે પેરોલ મળી હતી. આ સમય દરમિયાન 20 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.

બીજી પેરોલ - 17 જૂન 2022 - ગુરમીત રામ રહીમને આ જ વર્ષે બીજી વાર 17 જૂન, 2022 ના રોજ પેરોલ મળી હતી. આ પેરોલ 30 દિવસ માટે હતી. આ દરમિયાન 19 જૂન, 2022 ના રોજ હરિયાણામાં 46 નગરપાલિકાઓ માટે મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ હતી.

ત્રીજી પેરોલ - 14 ઓક્ટોબર - ગુરમીત રામ રહીમને એક જ વર્ષમાં ત્રીજી વાર 14 ઓક્ટોબરના રોજ પેરોલ મળી હતી, આ પેરોલ તેને 40 દિવસ માટે મળી છે. આ દરમિયાન હરિયાણાના આદમપુરમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આ સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ 12 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

ચોથી પેરોલ - 13 ઓગસ્ટ - ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ 13 ઓગસ્ટની સવારે 6 કલાકે 21 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. આ દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ તમામ વિસ્તારો એવા છે, જ્યાં હજૂ પણ ગુરમીત રામ રહીમનો દબદબો કાયમ છે. અત્રે એ પણ નોંધનીય બાબત છે કે, રહીમ દોષિત જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 7 વખત પેરોલ પર બહાર આવી ચૂક્યો છે. ગુરમીત રામ રહીમ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ખુબ જ લોકપ્રિય નામ છે.

આ કેસોમાં દોષિત છે ગુરમીત રામ રહીમ - ગુરમીત રામ રહીમ ત્રણ અલગ-અલગ આરોપોમાં જેલની સજા કાપી રહ્યો છે. ગુરમીત રામ રહીમને મે 2002માં સંપ્રદાયના અનુયાયી રણજીત સિંહની હત્યા, ઓક્ટોબર 2002માં પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યા અને 2002માં તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે.

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ઓગસ્ટ 2017માં ગુરમીત રામ રહીમને ત્રણેય કેસોમાં દોષિત ઠેરવ્યા હતા અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજાના પગલે હરિયાણામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં લગભગ 41 જેટાલા લોકોના મોત થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X