3 કલાકની પૂછપરછ બાદ મયપ્પનની ધરપકડ, આજે કોર્ટમાં હાજર કરાશે

મુંબઇ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ સીપી હિમાંશું રોયની અધ્યક્ષતામાં લગભગ 3 કલાક યોજાયેલી પુછપરછ બાદ મયપ્પનની ધરપકડ કરવામાં આવી છે. હિમાંશુ રોયે કહ્યું હતું કે મયપ્પન સટ્ટેબાજીમાં સામેલ હોવાના પુરાવા છે. મયપ્પનને 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે. હવે ક્રાઇમ બ્રાંચ મયપ્પન અને વિંદૂ દારા સિંહને સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાંચે મયપ્પનને લગભગ 60 થી 70 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતા.
મયપ્પને શુક્રવારે સાંજે પહોંચતા જ મુંબઇ પોલીસે તેમની વિરૂદ્ધ આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગ કેસની તપાસ ઝડપથી કરવા માટે તેમને પોલીસ મુખ્યાલય લઇ ગઇ હતી. આઇપીએલ-6માં સૉટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા બૉલીવુડ અભિનેતા વિંદૂ દારા સિંહ દ્વારા મયપ્પનના નામનો ખુલાસો કરવામાં આવ્યા બાદ પોલીસે મયપ્પનને આ મુદ્દે પુછપરછ કરી હતી.
મયપ્પનના ચાર્ટર્ડ પ્લેનથી સાંજે લગભગ 7.30 વાહે મદુરાઇ થી મુંબઇ પહોંચવાની આશામાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની એક ટુકડી નિર્ધારિત સમય કરતાં પહેલાં શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ટર્મિનલ પર પહોંચી ગઇ હતી. મયપ્પનને ત્યાંથી સીધા મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના મુખ્યાલય લઇ જવામાં આવ્યાં હતા.
બીજી તરફ સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા વિંદૂ દારા સિંહને કોર્ટમાં 28 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. બીજી તરફ બીસીસીઆઇ ચીફ એન શ્રીનિવાસનને પોતાના પદેથી રાજીનામું આપવું પડી શકે છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આ મુદ્દે બીસીસીઆઇ વચ્ચે સહમતિ બની ગઇ છે. જો શ્રીનિવાસનને પદેથી દૂરક કરવામાં આવે છે અને તેમની જગ્યાએ અરૂણ જેટલી કામકાજ સંભાળશે.












Click it and Unblock the Notifications
