For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haj operations : લખનઉથી મદિના માટે ચાલશે 45થી વધુ ફ્લાઇટ, હજયાત્રાને કારણે લેવાયો નિર્ણય

|
Google Oneindia Gujarati News

Haj operations : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એર પોર્ટથી રવિવારથી હજ યાત્રા માટે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે. હજ માટે 45થી વધુ ફ્લાઇટ્સ થશે, જેમાં 14000 થી વધુ હાજયાત્રી મદિના લઇને જશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 298 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ લખનઉથી બપોરે 12 કલાકે મદીના માટે રવાના થશે અને બીજી ફ્લાઈટ ત્રણ કલાક બાદ લગભગ એટલી જ સંખ્યામાં મુસાફરો સાથે રવાના થશે. તીર્થયાત્રીઓની સુવિધા માટે લખનઉ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

haj yatra

CCSIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષે, એરપોર્ટ હજ યાત્રીઓની સંખ્યા કરતા બમણાથી વધુ, 2022 માં 5,500 ની સરખામણીએ લગભગ 11,519 હજ યાત્રીઓને હેન્ડલ કરશે. આ ઉપરાંત, વારાણસીથી લગભગ 2,595 મુસાફરો લખનઉમાં ઉતરશે અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ દ્વારા મદીનાની મુસાફરી કરશે.

મુસાફરોની સુવિધા માટે, અમે ટર્મિનલ-1માં પ્રવેશ માટે એક વિશેષ ગેટ અને છેલ્લી ઘડીની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે હેલ્પ ડેસ્કની ફાળવણી કરી છે. મુસાફરો યાત્રા માટે સલામત રીતે પ્રયાણ કરે તે સુનિશ્ચિત કરવા એરપોર્ટ તમામ સંબંધિત હિતધારકો સાથે કામ કરી રહ્યું છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન, CISF અને કસ્ટમ અધિકારીઓના સંકલનમાં એક અલગ સામાન સ્ક્રીન સુવિધા બનાવવામાં આવી છે. અમે હજ યાત્રીઓની અવરજવર માટે રાજ્ય હજ સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ટર્મિનલ-1 ના સુરક્ષા ક્ષેત્રમાં, હજ યાત્રીઓ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અલગ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં અનુક્રમે પુરુષ અને મહિલા યાત્રાળુઓ માટે અલગ વુડુ ખાના અને નમાઝ વિભાગનો સમાવેશ થાય છે. એરપોર્ટ 21 મે થી 6 જૂન સુધી 45 થી વધ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. સાઉદીયા એરલાઇન્સ દ્વારા હજ માટે વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.

English summary
Haj operations : More than 45 flights will operate from Lucknow to Madinah, decision taken due to Haj Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X