For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજ 2022: બે વર્ષથી સતત રદ થઈ રહેલ હજ યાત્રીના આવેદન શરુ, 31 મેથી રવાના થશે ફ્લાઈટ

બે વર્ષથી હજ યાત્રાની રાહ જોઈ રહેલ લોકો માટે ખુશખબરી છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ બે વર્ષથી હજ યાત્રાની રાહ જોઈ રહેલ લોકો માટે ખુશખબરી છે. વર્ષ 2022માં હજ યાત્રા કરી શકાશે. આના માટે હજ કમિટી ઑફ ઈન્ડિયા તરફથી ઑનલાઈન આવેદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, બેંગલુરુ, કોચ્ચિ, દિલ્લી, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ અને શ્રીનગર વગેરે જેવા શહેરોમાંથી ઉડાનો શરૂ થશે.

haj

હજ યાત્રા 2022 માટે પસંદગી પામનાર પ્રદેશવાસીઓને દિલ્લીથી ઉડાન ભરવી પડશે. યાત્રીઓ નવ જુલાઈના રોજ હજ અદા કરશે. ભારતના હજ યાત્રીઓની ફ્લાઈટ 31 મેથી રવાના થશે. વળી, હજયાત્રીઓને પાછા આવવાનો સિલસિલો 13 ઓગસ્ટના રોજ અટકશે.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર હજ યાત્રાની માહિતી ભારતીય હજ કમિટી તરફથી એક્શન પ્લાન 2022માં આપવામાં આવી છે. ખાદીમુલ હુજ્જાજ હાજી મોહમ્મદ ખાને જણાવ્યુ કે હજ કમિટી ઑફ ઈન્ડયાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર મોહમ્મદ યાકૂબ શેખે હજ એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. આ પ્લાન રાજસ્થાન હજ કમિટી સહિત દેશની બધી હજ કમિટીઓને મોકલી દીધો છે.

હજ પ્લાન હેઠળ ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ભારતીય પ્રતિનિધિ મંડળ સાઉદી અરબ જશે, જે હજ કોટા 2022ને લઈને સાઉદી અરબ સરકાર સાથે ચર્ચા કરશે. વળી, હજ કમિટી ઑફ ઈન્ડિયાની બિલ્ડિંગ હજ સિલેક્શન કમિટીની વિઝિટ સાઉદી અરબમાં જાન્યુઆરીથી માર્ચ 2022 વચ્ચે થશે. સાથે જ એ પણ નક્કી કરવામાં આવ્યુ કે ત્રણ જાન્યુઆરીએ હજ કમિટીઓમાંથી વેક્સીનેશનની માંગ લઈ લેવામાં આવશે.

English summary
Haj Yatra 2022 Application for starts flight from 31 May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X