For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર HAL કર્મચારીઓ સાથે રાહુલ ગાંધીની મુલાકાત નહીં થાય

હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની તેમના કર્મચારીઓ સાથે મુલાકાત કરવાનો કોઈ પણ કાર્યક્રમ નથી.

|
Google Oneindia Gujarati News

હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની તેમના કર્મચારીઓ સાથે મુલાકાત કરવાનો કોઈ પણ કાર્યક્રમ નથી. એચએએલ ચીફ મીડિયા કોમ્યુનીકેટર ગોપાલ સુતર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ એચએએલ કર્મચારીઓ સાથે મળવા નહીં પરંતુ તેમના એક પ્રોગ્રામમાં શામિલ થવા માટે આવી શકે છે. બુધવારે કેટલાક કોંગ્રેસી નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે 13 ઓક્ટોબરે રાહુલ ગાંધી બેગ્લુરમાં એચએએલ કર્મચારીઓ સાથે વાત કરશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના રોડ શોમાં થયો ધમાકો, જાનહાની ટળી

એચએએલ યોગદાન પર કાર્યક્રમ થઇ રહ્યો છે

એચએએલ યોગદાન પર કાર્યક્રમ થઇ રહ્યો છે

એચએએલ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 13 ઓક્ટોબરે એક કાર્યક્રમ થઇ રહ્યો છે, જેનો વિષય "ભારત માટે એચએએલનું યોગદાન" છે. તેમાં એચએએલ કર્મચારી સહીત કોઈ પણ શામિલ થઇ શકે છે. તેવામાં રાહુલ ગાંધી એચએએલ કર્મચારીઓને મળવા નથી આવી રહ્યા.

ચર્ચામાં છે રાહુલ ગાંધીનો આ પ્રવાસ

ચર્ચામાં છે રાહુલ ગાંધીનો આ પ્રવાસ

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગંડુરાવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એચએએલ કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે રાહુલ ગાંધી શનિવારે બેંગ્લોર આવી શકે છે. તેઓ અહીં એચએએલ કર્મચારીઓ સાથે વાતચીત અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ વાત એટલા માટે અગત્યની છે કારણકે યુપીએ સરકારમાં રાફેલ વિમાન ડીલ થઇ હતી ત્યારે એચએએલ ફ્રાન્સ સાથે માંડીને વિમાન બનાવશે તેવો સોદો કરવામાં આવ્યો હતો. પરંતુ એનડીએ સરકારે આખી ડીલ અનિલ અંબાણીની કંપનીને આપી દીધી.

રાફેલ ડીલમાં ઘોટાળાનો આરોપ

રાફેલ ડીલમાં ઘોટાળાનો આરોપ

રાફેલ વિમાનની નવી ડીલમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર બનાવવામાં આવ્યા છે. આ આખી પ્રક્રિયામાં ઘોટાળાની વાત વિપક્ષ અને અન્ય કેટલાક દળો પણ કહી રહ્યા છે. વિપક્ષ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે એચએએલ પાસેથી લઈને ડીલ રિલાયન્સને એટલા માટે સોંપવામાં આવી જેથી ખોટી રીતે તેમાં ફાયદો ઉઠાવી શકાય. રાહુલ ગાંધીએ સીધી રીતે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપો લગાવ્યા છે.

English summary
HAL denies permission to Rahul Gandhi to interact with its employees on the premises
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X