For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના રોડ શોમાં થયો ધમાકો, જાનહાની ટળી

રાહુલ ગાંધીના રોડ શોમાં થયો ધમાકો, જાનહાની ટળી

|
Google Oneindia Gujarati News

જબલપુરઃ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. શનિવારે ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી જબલપુરના પ્રવાસે ગયા હતા પરંતુ એમના પ્રવાસ દરમિયાન કંઈક એવું થયું જેને જોઈ સૌકોઈ ડરી ગય. જબલપુરમાં રાહુલ ગાંધી જ્યારે મીની બસમાં બેસીને સભાને સંબોધિત કરી રહ્યા હતા એ સમયે બસથી થોડે દૂર બલૂન બ્લાસ્ટ થયા હતા. જેને પગલે આગ ફાટી નીકળી હતી. જો કે બ્લાસ્ટ નાનો હતો તેથી ગણતરીની મિનિટોમાં જ ઘટના પર કાબૂ મેળવી લેવાયો હતો અને કોઈપણ પ્રકારનું નુકસાન નહોતું થયું.

આરતીના થાળથી ફુગ્ગાઓમાં આગ લાગી

આરતીના થાળથી ફુગ્ગાઓમાં આગ લાગી

જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક ઉત્સાહી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની આરતી માટે તૈયારી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીનો રોડ શો જેવો શાસ્ત્રી બ્રિજ પાર કર્યો કે કાર્યકર્તાઓ આરતીની થાળી લઈને રાહુલ ગાંધીની બસની તરફ વધ્યા. આ દરમિયાન આ દરમિયાન આરતીની થાળી ફુગ્ગાઓ પાસે આવી ગઈ અને અચાનક જ ફુગ્ગાઓએ આગ પકડી લીધી હતી જેને કારણે ધમાકો થયો હતો. જેનાથી થયેલ અવાજથી રાહુલ ગાંધી પણ ચમકી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ આને રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક માની.

નર્મદા પૂત્ર રાહુલે કરી પૂજા

નર્મદા પૂત્ર રાહુલે કરી પૂજા

જણાવી દઈએ કે શનિવારે રાહુલ ગાંધીએ અહીં રોડ શો પણ કર્યો, પરંતુ રોડ શો પહેલા એમણે ગ્વારી ઘાટ પર મા નર્મદાની પૂજા પણ કરી હતી, રાહુલ ગાંધીની સાથે એમપી કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. જણાવી દઈએ કે અહીં રાહુલ ગાંધીના સ્વાગત માટે જે પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં તેમાં તેમને નર્મદા પુત્ર ગણાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધ્યું

રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધ્યું

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસના મધ્ય પ્રદેશના પ્રવાસે પહોંચ્યા હતા, અહીં તેમણે સૌથી પહેલા મુરૈનમાં એક સભા સંબોધિત કરી, આ દરમિયાન એમણે પીએમ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે હિંદુસ્તાનમાં ભ્રષ્ટાચાર જમીનમાં હોય છે અને તેનું નુકસાન ખેડૂતો ઉઠાવે છે, એમણે કહ્યું કે અમે જનતાના અધિકારની લડાઈ લડી રહ્યા છીએ.

મધ્ય પ્રદેશમાં 28મી નવેમ્બરે ચૂંટણી

મધ્ય પ્રદેશમાં 28મી નવેમ્બરે ચૂંટણી

ચૂંટણી આયોગે એલાન કર્યું કે મધ્ય પ્રદેશમાં 28મી નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 11મી ડિસેમ્બરે થશે. ચૂંટણી આયોગ દ્વારા મતદાનની તારીખોના એલાનની સાથે જ એમપીમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો કાર્યક્રમ

મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો કાર્યક્રમ

  • નોટિફિકેશન જાહેર થશે- 2 નવેમ્બર
  • નામાંકનની અંતિમ તારીખ- 9 નવેમ્બર
  • નામાંકનની તપાસ- 12 નવેમ્બર
  • નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ- 14 નવેમ્બર
  • વોટિંગ- 28 નવેમ્બર
  • મતગણતરી- 11 ડિસેમ્બર

શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણીશરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી

English summary
Congress President Rahul Gandhi had a narrow escape as a major fire was averted during his 8 km roadshow in Jabalpur, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X