દિલ્લીની સરકારી સ્કૂલોમાં શરુ થયો હેપ્પીનેસ ઉત્સવ 2022, ગૌર ગોપાલ દાસે છાત્રોને આપી હેપ્પીનેસ ટીપ્સ
દિલ્લીની સરકારી શાળાઓમાં ગુરુવારથી 'હેપ્પીનેસ ઉત્સવ 2022' શરૂ થઈ ગયો.
નવી દિલ્લીઃ દિલ્લીની સરકારી શાળાઓમાં ગુરુવારથી 'હેપ્પીનેસ ઉત્સવ 2022' શરૂ થઈ ગયો. આ ફેસ્ટિવલ 29 જુલાઈ સુધી ચાલશે. આ અવસર પર પ્રખ્યાત જીવનશૈલી કોચ ગૌર ગોપાલ દાસ અને નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે કૌટિલ્ય સર્વોદય વિદ્યાલય, ચિરાગ એન્ક્લેવમાં આ લાંબા મહોત્સવની શરૂઆત કરી. આ પ્રસંગે ગૌર ગોપાલ દાસે બાળકો સાથે હેપ્પીનેસ ક્લાસમાં હાજરી આપતાં માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરી હતી.

બાળકો સાથે ખુશી પર વાત કરતા તેમને ખુશીનો સાચો અર્થ જણાવ્યો. તેમણે કહ્યુ કે આજે દિલ્લીની સરકારી શાળાઓમાં બાળકોને જે ખુશીની વસ્તુઓ શીખવવામાં આવે છે તે હું એન્જિનિયરિંગ કર્યા પછી, આધ્યાત્મિક જીવનમાં આવ્યા પછી શીખી શક્યો કે કેવી રીતે માઇન્ડફુલ રહીને મારા પોતાના મન અને જીવનને સારુ બનાવી શકીએ.
તેમણે બાળકોને કહ્યુ કે ખુશ રહેવા માટે આપણે સુખના પાસાઓને સમજીએ તે ખૂબ જ જરૂરી છે. આપણને લાગે છે કે આપણે ઘણી સુવિધાઓ મેળવીને ખુશ રહી શકીએ છીએ પરંતુ એવુ નથી. તેમણે કહ્યું કે આપણા સંબંધો આપણને ખુશી આપે છે. તે આપણને આપણા જુસ્સાને અનુસરવામાં આનંદ આપે છે. આપણે સુખના આવા સિદ્ધાંતો શીખવા જોઈએ. તેમણે કહ્યુ કે વ્યક્તિના જીવનને સુખી અને સારુ બનાવવા માટે શિક્ષણ અને સુખ બંને સ્વતંત્ર અને સમાન મહત્વપૂર્ણ છે. વાસ્તવિક દુનિયામાં આપણે બંને વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે.
આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે હેપ્પીનેસ અભ્યાસક્રમ ચાર વર્ષ પહેલા દલાઈ લામાની હાજરીમાં શરૂ કરવામાં આવ્યો હતો. હવે બાળકો પોતે માને છે કે અભ્યાસમાં તેમનુ ધ્યાન વધ્યુ છે અને તેનાથી તેમને તણાવમુક્ત રહેવામાં મદદ મળી છે. માતાપિતા માને છે કે તેમના બાળકોની વર્તણૂક બદલાઈ ગઈ છે. શિક્ષકો પણ માને છે કે તેઓએ આ અભ્યાસક્રમ દ્વારા પોતાનામાં અને વિદ્યાર્થીઓમાં આવેલા બદલાવની નોંધ લીધી છે. આ કાર્યક્રમમાં કાલકાજીના ધારાસભ્ય આતિશી, ગ્રેટર કૈલાશના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, શિક્ષણ સચિવ અશોક કુમાર, શિક્ષણ નિયામક હિમાંશુ ગુપ્તા, મુખ્ય સલાહકાર શૈલેન્દ્ર શર્મા વગેરે હાજર રહ્યા હતા.
ઉપ મુખ્યમંત્રીએ કહ્યુ કે હેપ્પીનેસ ઉત્સવ અંતર્ગત આગામી 15 દિવસ સુધી ખુશીને લગતી વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવશે અને આ વખતે ખુશી માત્ર દિલ્લીની સરકારી શાળાઓ પુરતી સીમિત નહીિ રહે પરંતુ અમારા બાળકો 5-5 લોકોને હેપ્પીનેસ ક્લાસમાં જે શીખ્યા તે શીખવશે અને આખી દિલ્લીને હેપ્પીનેસ ઉત્સવનો ભાગ બનાવશે.












Click it and Unblock the Notifications
