48 વર્ષના થયા રાહુલ ગાંધી, પીએમે આપી જન્મદિનની શુભેચ્છા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાનો 48 જન્મદિવસ મનાવી રહ્યા છે. 19 જૂન, 1970 ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે જન્મેલા રાહુલ પક્ષના આગામી પ્રધાનમંત્રી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાનો 48 જન્મદિવસ મનાવી રહ્યા છે. 19 જૂન, 1970 ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે જન્મેલા રાહુલ પક્ષના આગામી પ્રધાનમંત્રી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે. પક્ષના અધ્યક્ષના જન્મદિવસના પ્રસંગે કોંગ્રેસમાં ઉત્સવનો માહોલ છે. દેશભરમાં તેમના જન્મદિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર પક્ષના કાર્યકર્તા ઢોલ-નગારા સાથે પોતાના અધ્યક્ષનો જન્મદિવસ મનાવવા પહોંચી ગયા છે.

પક્ષ કાર્યકર્તાઓ સાથે મનાવશે જન્મદિવસ
રાહુલ ગાંધીના જન્મદિવસ પર દિલ્હી સ્થિત પક્ષના કાર્યાલયમાં ઉત્સવનો માહોલ છે. કોંગ્રેસ કોંગ્રેસ કાર્યકર્તા પોતાના અધ્યક્ષનો જન્મદિવસ મનાવવા ઢોલ નગારા સાથે પહોંચી ગયા છે. રંગબેરંગી કપડાંમાં પહોંચેલા લોકો રાહુલ ગાંધીનો રાહ જોઈ રહ્યા હતા. વળી, રાહુલ ગાંધીએ પણ આ વખતે પોતાના જન્મદિવસ પક્ષના કાર્યકર્તાઓ સાથે મનાવવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનો આ પહેલો જન્મદિવસ છે.

પીએમ મોદીએ જન્મદિવસની શુભકામના પાઠવી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. જન્મદિવસના પ્રસંગે જ્યાં એક તરફ તેમને દેશભરમાંથી શુભકામનાઓ મળી રહી છે. ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વસ્થ જીવનની કામના કરી છે. પીએમે ટ્વિટર પર રાહુલ ગાંધીને જન્મદિવસની શુભાકામનાઓ પાઠવતા લખ્યુ, "કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરુ છું."

યુવા કોંગ્રેસ કરશે મેરેથોનનું આયોજન
રાહુલ ગાંધીના જન્મદિવસ પક્ષના મુખ્ય કાર્યાલય પર મનાવવામાં આવશે. આ પ્રસંગે યુવા કોંગ્રેસ અને કોંગ્રેસ મહિલા આયોગે પણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. દિલ્હી પ્રદેશ યુવા કોંગ્રેસે સાંજે 5.30 કલાકે દિલ્હીમાં મેરેથોનનું આયોજન કર્યુ છે. રન ફોર એમ્પ્લોયમેન્ટ ઓર વિમેન સેફ્ટી નામથી આ મેરેથોમાં જાણીતા ખેલાડીઓ ભાગ લેશે.












Click it and Unblock the Notifications
