શાહરુખની 'હૅપ્પી ન્યુ ઈયર'' જોવા ન દિધી તો પત્નીએ પીધું એસિડ
શિવપુરી, 29 ઓક્ટોબર: બૉલીવુડના કિંગ ઑફ રોમાંસ. શાહરુખ ખાન પ્રત્યે લોકોનો પ્રેમ છુપો રહ્યો નથી. શાહરુખની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી તેમના ઘરની બહાર રાહ જોતાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાહરુખ માટે કોઇ પોતાના જીવની પણ બાજી લગાવી શકે. તમારો જવાબ ના.. છે તો આવું થયું છે મધ્યપ્રદેશમાં.
તમને જાણીને આશ્વર્ય થશે કે મધ્યપ્રદેશના શિવપુરીમાં રહેનાર 21 વર્ષીય નેહા સેને ફક્ત એટલા માટે એસિડ પી લીધું કારણૅ કે તેના પતિ વિશાલે તેને શાહરુખ ખાનની લેટેસ્ટ રિલિજ ફિલ્મ ''હૅપ્પી ન્યુ ઈયર''ને તેને જોવાની મનાઇ કરી દિધી હતી. વિશાલે પહેલાં નેહાને વાયદો કર્યો હતો કે તે તેને શાહરુખની ફિલ્મ ''હૅપ્પી ન્યુ ઈયર'' જરૂર બતાવશે પરંતુ બાદમાં તેને ભારે ભીડનો હવાલો આપતાં તેને મુકીને એકલો જ ફિલ્મ જોવા જતો રહ્યો.

આ દિવાનગી છે ગાંડપણ
ત્યાર બાદ ગુસ્સે ભરાયેલી શાહરુખની દિવાની નેહાએ ઘરમાં રાખેલ એસિડની બોટલ ગટગટાવી લીધી. નેહાને ગંભીર હાલતમાં શિવપુરીના ડિસ્ટ્રીક હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાંથી તેને ગ્વાલિયર રીફર કરી દેવામાં આવી. પોલીસે જણાવ્યું કે મહિલાના ઇંટર્નલ ઓર્ગેન્સ ડેમેજ થઇ ગયા છે. પોલીસે કેસ દાખલ કરી દિધો છે. નેહાની સ્થિતી નાજુક છે.
''હૅપ્પી ન્યુ ઈયર'' કરી રહી છે ધૂમ કમાણી
અત્રે ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબરના રોજ રિલીજ થયેલી ફરાહ ખાનની ફિલ્મ ''હૅપ્પી ન્યુ ઈયર''એ માત્ર ચાર દિવસોમાં 140 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સોનૂ સૂદ, વિવાન શાહ અને બોમન ઇરાનીએ લીડ રોડ પ્લે કર્યો છે. ફિલ્મના નિર્માત શાહરુખ ખાન પોતે છે. ફિલ્મને સમીક્ષકો દ્વારા મિશ્ર પ્રતિક્રિયા મળી છે તેમછતાં આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી છે.












Click it and Unblock the Notifications
