For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ઉદ્ધવ ઠાકરે ખુશ, ભાજપા નાખુશ

|
Google Oneindia Gujarati News

uddhav thackeray
મુંબઇ, 9 મે : બીજેપીના કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જગદીશ શેટ્ટારની આગેવાનીવાળી સરકારની હાર પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ખુશી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય બીજેપી પ્રવક્તા માધવ ભંડારીએ જણાવ્યું કે 'કર્ણાટકનું પરિણામ બીજેપીના માટે ખુબ જ નિરાશાજનક છે, પરંતુ અમારા ગઠબંધન સહયોગી નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરાતા આશ્ચર્યજનક છે.'

ભંડારીએ જણાવ્યું કે 'મરાઠી ભાષી વસ્તીનો મુદ્દો સંપૂર્ણ રીતે કોંગ્રેસની ઉપજ છે. જ્યારે એ સાચુ છે કે ત્યારે મરાઠી લોકોના હિતોની વાતો કરનારાઓ તરફથી ખુશી વ્યક્ત કરાતા આશ્ચર્યજનક અને નિરાશાજનક છે.' તેમની આ ટિપ્પણી ઉદ્ધવના નિવેદન બાદ આવી છે.

રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં બીજેપીના સહયોગીદળ શિવસેનાએ કર્ણાટકમાં મરાઠી વિરોધી સરકારની પરાજય પર ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે સાથે એ પણ જણાવ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સારુ પ્રદર્શન કરશે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે 'કોઇને પણ કર્ણાટકમાં કોંગ્રેસના જીતવાની આશા ન્હોતી, પરંતુ હું વ્યક્તિગતરીતે ખુશ છું કારણ કે સરહદી વિસ્તારોમાં લોકો સાથે હંમેશા અન્યાય કરનાર બીજેપી કરકાર સત્તા પરથી હટી ગઇ.'

તેમણે સાથે સાથે જણાવ્યું કે 'મારું નિવેદન કોઇપણ રીતે બીજેપીની ટીકા કરતું નથી પરંતુ કોઇ ખાસ સરકારની નિંદા છે જેણે સરહદી વિસ્તારોના લોકોની મહત્વકાંક્ષાને પૂરી કરી નથી.' કર્ણાટકમાં મરાઠી ભાષી લોકોના વર્ચસ્વવાળા સીમાવર્તી વિસ્તારોની સ્થિતિને લઇને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે અનબન છે.

English summary
Happy over defeat of anti Marathi Karnataka govt said Uddhav Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X