For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરદીપએ પહેલા ચલાવી હતી પોન્ટી ચઢ્ઢા પર ગોળી

|
Google Oneindia Gujarati News

pontychaddha
નવીદિલ્હી, 19 નવેમ્બરઃ પોન્ટી ચઢ્ઢા હત્યાકાંડ સમયે ઘટના સ્થળ પર હાજર ઉત્તરાખંડ અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ સુખદેવ નામધારીએ કહ્યું છે કે પોન્ટી પર સૌથી પહેલા ગોળી તેના ભાઇ હરદીપે ચલાવી હતી. નામધારીના મતે પોન્ટી પોતાની કારમાંથી ઉતરી રહ્યાં હતા ત્યારે હરદીપે તેમના પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી. તેમને હું ડ્રાઇવરની મદદથી હોસ્પિટલ લઇ ગયો. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

નામધારીના નિવેદનથી પોલીસને આ કેસની તપાસ કરવામાં મદદ મળી શકે છે. પોલીસના જણાવ્યાનુસાર પોન્ટીના શરીરમાં 12 ગોળી લાગી હતી. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે હુમલાખોર એક કરતા વઘારે હોઇ શકે છે.

આ વચ્ચે પોન્ટી ચઢ્ઢા હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવાઓને એકઠા કરવા માટે ફોરેન્સિક ટીમ પોન્ટીના ફાર્મ હાઉસ પર પહોંચી છે. નોંધનીય છે કે મોહરોલીમાં આ ફાર્મ હાઉસમાં 17 નવેમ્બરમાં પોન્ટી અને તેમના ભાઇ હરદીપ વચ્ચે થયેલા ગોળીબારમાં બન્નેની મોત થઇ હતી. બન્ને ભાઇઓ વચ્ચે 2500 કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ હતો. પોલીસે હત્યાકાંડની તપાસમાં જાણ્યું કે પોન્ટીને 12 ગોળી વાગી હતી. પોલીસ આ હત્યાકાંડમાં સામેલ લોકોની શોધખોળ કરી રહી છે.

પોન્ટી ચઢ્ઢાનું વાસ્તવિક નામ ગુરપ્રીત સિંહ ચઢ્ઢા છે. તે ઘણી મિલોના માલિક હતા, સાથે જ દારૂ અને રિયલ એસ્ટેટના વ્યાપારમાં પણ હતા. હત્યાકાંડ દરમિયાન ઘટના સ્થળે ઉત્તરાખંડ અલ્પસંખ્યક આયોગના અઘ્યક્ષ સુખદેવ નામધારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પોન્ટી સાથે તેમની કારમાં બેસીને તેમના છત્તરપુર સ્થિત ફાર્મ હાઉસ ગયા હતા. જ્યા કારમાં ઉતરતી વખતે હરદીપે પોન્ટી પર ગોળીબાર કર્યો. હું મારી જાન બચાવવા માટે કારની પાછળ સંતાઇ ગયો. પોન્ટીને ગોળી મારીને હરદીપ અંદર જતો રહ્યો. હું ડ્રાઇવરની મદદથી પોન્ટીને નજીકની હોસ્પિટલમાં લઇ ગયો. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોન્ટી અને તેમના ભાઇ હરદીપના પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસના મતે પહેલીવાર પોસ્ટમોર્ટમ પછી પણ ચાર ગોળીઓ રહી જતા પોન્ટીનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

English summary
According to a witness Hardeep shot first at Ponty Chadha. I took him to the hospital where doctors declared him dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X