For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ પર એફઆઈઆર નોંધાઈ, જાણો કારણ

એક મહિલાએ હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ પર કેસ નોંધાવ્યો છે. ત્રણે નેતાઓએ ગુરુવારે પોતાના ડઝન જેટલા સમર્થકો સાથે ગાંધીનગર નિવાસી કંચનબેન મકવાણા નામની મહિલાના ઘરે છાપો માર્યો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એક મહિલાએ હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ પર કેસ નોંધાવ્યો છે. ત્રણે નેતાઓએ ગુરુવારે પોતાના ડઝન જેટલા સમર્થકો સાથે ગાંધીનગર નિવાસી કંચનબેન મકવાણા નામની મહિલાના ઘરે છાપો માર્યો હતો. કંચનબેન મકવાણા ઘ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની સહીત 20 કરતા પણ વધારે લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. આ ત્રણે પર માહોલ ખરાબ કરવા અને ખોટા પુરાવા ભેગા કરવાનો આરોપ છે.

કથિત દારૂના અડ્ડાઓનો ભાંડો ફોડવા માંગતા હતા ત્રણે નેતાઓ

કથિત દારૂના અડ્ડાઓનો ભાંડો ફોડવા માંગતા હતા ત્રણે નેતાઓ

ત્રણે નેતાઓ ઘ્વારા પોતાના સમર્થકો સાથે એક મહિલા કંચનબેન મકવાણાના ઘર પર છાપો મારવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે તેઓ તેમના ઘ્વારા સંચાલિત દારૂના અડ્ડાનો ભાંડો ફોડવા માંગે છે. આ નેતાઓએ ગાંધીનગર ડીએસપી કાર્યાલયથી થોડે દૂર એક મહિલાના ઘર પર કથિત રૂપે છાપો મારીને દારૂ પણ કબ્જે કર્યો.

મહિલાનો આરોપ: પહેલા દારૂ મુકાવ્યો પછી છાપો માર્યો

ત્યાં જ કંચનબેન મકવાણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે નેતાઓ આવતા પહેલા એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો અને તેમને દારૂ આપીને ચાલ્યો ગયો. તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ત્યાં જ જીગ્નેશ મેવાની ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે ગુજરાત પોલીસ દારૂ સામે કાર્યવાહી કરવાને બદલે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની સામે કેસ નોંધી રહી છે. આ શર્મનાક બાબત છે. આપણે જણાવી દઈએ કે ગુરુવારે નકલી દારૂ પીવાને કારણે આડીવાળા ગામમાં ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારપછી ત્રણે નેતાઓ પીડિતાઓને મળવા માટે પહોંચ્યા અને તેમને અહીં મહિલાના ઘરે છાપો મારવાનું નક્કી કર્યું.

હાર્દિકે પોલીસ અને બીજેપી પર આરોપ લગાવ્યો

ત્યાં જ પોલીસ નિરીક્ષક વી એન યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે તેઓ દારૂ નથી વેંચતા તેમના ઘરમાં મળેલા બંને પાઉચ ઘરમાં ઘુસેલા લોકોએ મુક્યા છે. પોલીસ ઘ્વારા તેમની સામે ફરિયાદ નોંધાયા પછી હાર્દિક પટેલ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસ દારૂના ઠેકેદારો વિરુદ્ધ કાનૂની પ્રક્રિયા નથી કરી રહી અને યુવાઓ પર કાનૂની પ્રક્રિયા કરીને પોલીસે સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં દારૂ માફિયા પોતાની મરજી મુજબ કઈ પણ કરી શકે છે. પોલીસ અને બીજેપી તેમની સાથે છે.

English summary
Hardik patel Alpesh thakor and Jignesh booked over 'raid' at woman's house in ahamdabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X