For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરેન પંડ્યા હત્યાકાંડઃ પુનઃતપાસની માંગ કરતી અરજી પર SCમાં 12મીએ સુનાવણી

ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરાવવાની માંગ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરાવવાની માંગ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. એક એનજીઓ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં જ સામે આવેલી અમુક ચોંકાવનારી જાણકારીના કારણે આ અરજીની જરૂરિયાત ઉભી થઈ છે.

haren pandya

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના એક સાક્ષી આઝમ ખાને મુંબઈની એક નીચલી અદાલતમાં કહ્યુ હતુ, 'સોહરાબુદ્દીને મને જણાવ્યુ હતુકે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા એક કોન્ટ્રાક્ટ કીલિંગ હતુ.' સાક્ષીએ દાવો કર્યો હતો કે ગુજરાતના એક આઈપીએસ અધિકારીનો પણ આ હત્યા સાથે સંબંધ હતો.

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યાની 2003માં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ કરી હતી. ટ્રાયલ કોર્ટે હત્યા માટે 12 વ્યક્તિઓને દોષી ગણાવ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમને એમ કહીને છોડી મૂક્યા હતા કે તપાસ એજન્સીએ પોતાની તપાસમાં વિસંગતતા બતાવી છે. હાઈકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસની વ્યવસ્થિત તપાસ નહિ કરવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યુ હતુ કે વર્તમાન મામલે જે વસ્તુઓ નીકળીને સામે આવી છે તેનાથી સ્પષ્ટ છે કે તપાસ એજન્સીએ પોતાનું કામ વ્યવસ્થિત નથી કર્યુ.

આ પણ વાંચોઃ કુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફરઆ પણ વાંચોઃ કુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફર

English summary
haren pandya murder case, supreme court ot hear plea demanding fresh probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X