Haridwar : ગંગામાં SUV ઉતારી સફાઈ કરવી ભારે પડી, પોલીસે કાર કબ્જે કરી
ગંગાને ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક માનવામાં આવે છે. એક તરફ સરકાર ગંગા સાફ કરવા માટે અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કેટલાક નઠારા તત્વોને તેનાથી કોઈ ફરક પડતો નથી. આવા જ ગંગાને પ્રદુષિત કરી રહેલા કેટલાક શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે.
સમાચારો અનુસાર, દિલ્હીથી કેટલાક પ્રવાલીઓ મહિન્દ્રા થાર લઈને હરિદ્વાર પહોંચ્યા હતા. અહીં આ પ્રવાસીઓએ કારને સાફ કરવા માટે ગંગા નદીમાં ઉતારી હતી. હજારો ભારતીયોની આસ્થા સ્થાન ગંગા નદીમાં કાર ધોઈ રહેલા આ શખ્સોની જાણ કોઈએ પોલીસને કરી હતી.

ગંગામાં કારની સાફ સફાઈ જોઈને લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. જે બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હવે પોલીસે આ મહિન્દ્રા થાર લઈને આવેલા 6 શખ્સો સામે કાર્યવાહી કહી છે.
સ્થાનિકોએ પોલીસને માહિતી આપતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓપરેશન મર્યાદા હેઠળ આ લોકો સામે કાર્યવાહી કરી ચલણ જારી કર્યું છે. પોલીસે કાર્યવાહી કરતા વાહન કબજે કર્યુ છે. હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાહન છોડાશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓપરેશન મર્યાદા જુલાઈ 2021 માં શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ધાર્મિક સ્થળોનો અનાદર કરનારા લોકો સામે કાર્યવાહી કરાય છે. પોલીસે હવે આ ઓપરેશન હેઠળ વાહન કબ્જે કરી લીધુ છે.
આ ઓપરેશનમાં ગંગાના દરેક ઘાટ પર 10 પોલીસકર્મીઓની ટીમ તૈનાત છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરાય છે. પહેલા પણ ઘણા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરાઈ છે.












Click it and Unblock the Notifications
