ચીન નહીં, ભારત કરશે ગ્લોબલ ઇકોનોમીનું નેતૃત્વ: હાર્વર્ડ યુનિ.

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા દિવસોથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દોકલામના મુદ્દે ભારત ભૂટાનનું સમર્થન કરી રહ્યું છે અના આ વાત ચીનને ખૂંચી રહી છે. થોડા સમય પહેલાં જ ચીને એક અધિકૃત મીડિયામાં યુદ્ધની ચેતવણી પણ આપી હતી. પરંતુ હવે ચીન માટે એક ખરાબ સમાચાર છે.

હાર્વર્ડનું નવું અધ્યયન

હાર્વર્ડનું નવું અધ્યયન

હાર્વર્ડ યુનિવર્સિટીના એક અધ્યનનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ચીનથી આગળ વધી વૈશ્વિક વિકાસના આર્થિક સ્તંભના રૂપમાં ઉભરી આવ્યું છે. આશા છે કે, આવનારા વર્ષોમાં પણ ભારત આ નેતૃત્વ જાળવી રાખશે.

7.7 ટકાની વાર્ષિક વૃદ્ધિ

7.7 ટકાની વાર્ષિક વૃદ્ધિ

હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ(સીઆઇડી)ના વિકાસ અનુમાનો અનુસાર, વિભિન્ન કારણોસર ભારત વર્ષ 2025 સુધી સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓની સૂચિમાં સૌથી ઉપર છે, જેની સરેરાશ છે 7.7 ટકા વાર્ષિક વુદ્ધિ છે. સીઆઇડીના રિસર્ચ અનુસાર, વૈશ્વિક વિકાસનો આર્થિક ધ્રુવ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન પરથી ખસીને ભારતમાં જતો રહ્યો છે, જે આવનારા દશકામાં પણ જળવાઇ રહેશે.

ઝડપી વિકાસની સંભાવના

ઝડપી વિકાસની સંભાવના

અધ્યયનમાં ભારતના ઝડપી વિકાસની સંભાવનાને આ તથ્યના આધાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ભારતે પોતાના નિકાસ આધારના વિવિધીકરણ માટે રસાયણ, વાહન અને કેટલાક ઇલેક્ટ્રોનિક્સનો જટિલ ક્ષેત્રોમાં સમાવેશ કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારત, ઇન્ડોનેશિયા અને વિયતનામે નવી ક્ષમતાઓ વિકસાવી છે, જે આવનારા વર્ષોમાં ઝડપી વિકાસ સાથે વધુ વિવિધ અને જટિલ ઉત્પાદનો કરશે.

આ પણ એક કારણ છે

આ પણ એક કારણ છે

અધ્યયનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભારત, ટર્કી, ઇન્ડોનેશિયા, યુગાન્ડા અને બલ્ગેરિયામાં સૌથી વધુ ઝડપથી આગળ વધતા તમામ દેશ રાજકારણ, સંસ્થાગત, ભૌગોલિક અને જનસાંખ્યિાકીય પરિમાણોમાં વિવિધતા ધરાવે છે. સીઆઇડીના નવા વિકાસ અનુમાનોમાં કહેવામાં આવ્યું છે કે, તે પોતાના કર્મચારીઓની ક્ષમતાઓના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના આધારે તે નવા ઉત્પાદનો અને ઉત્પાદનોની વધતી જટિલતામાં સારી સ્થિતિ પર આવી રહ્યાં છે.

English summary
Harvard study says India new global growth pole, to keep lead over China.
Please Wait while comments are loading...