For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાની 25 સીટ નક્કી કરશે કોની સરકાર બનશે, માત્ર 1 હજારથી ઓછા વોટનું અંતર

હરિયાણાની 25 સીટ નક્કી કરશે કોની સરકાર બનશે, માત્ર 1 હજારથી ઓછા વોટનું અંતર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હરિયાણાની તમામ 90 સીટો પર ટ્રેન્ડ સામે આવી ગયાં છે. રાજ્યમાં ભાજપ 35, કોંગ્રેસ 32 અને જેજેપી 13 સીટ પર આગળ છે. કોઈપણ પાર્ટી બહુમતના આંકડા 46 સુધી પહોંચતી નથી દેખાઈ રહી. એવામાં ઉમેદવારો વચ્ચે નજીવું અંતર હોય તેવી સીટો પર બધાની નજર છે. આવી 25 સીટ છે જેમના પર કાંટાનો મુકાબલો છે અને કંઈપણ કહેવું મુશ્કેલ છે. આ 25 સીટ જ રાજ્યમાં કોની સરકાર બનશે તે નક્કી કરશે.

haryana

હરિયાણામાં 25 સીટો પર 1 હજારથી ઓછા વોટનું અંતર ચાલી રહ્યું છે. જેમાં 12 પર કોંગ્રેસ આગળ છે, 9 પર ભાજપ આગળ છે અને 4 પર અન્ય આગળ છે. આ સીટો પર પરિણામ સ્પષ્ટ થશે તો સરકાર કોની બની રહી છે તે પણ ફાઈનલ થઈ જશે. જ્યારે પોતાની પાર્ટી જેજેપી બનાવી ચૂંટણી લડી રહેલ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે રાજ્યની સત્તાની ચાવી તેમની પાર્ટી પાસે રહેશે કેમ કે કોંગ્રેસ અથવા ભાજપ 40 સીટ પાર નહિ કરી શકે, એવામાં તેઓ કિંગમેકર રહેશે.

હરિયાણાની 90 અને મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટ પર આજે મતગણતરી થઈ રહી છે. જેની સાથે જ 17 રાજ્યોની 51 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી અને બે લોકસભા સીટની મતગણતરી થઈ રહી છે. આ બંને લોકસબા સીટોમાં બિહારની સમસ્તીપુર લોકસભા સીટ અને મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા સીટ છે.

<strong>હરિયાણાઃ ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુ</strong>હરિયાણાઃ ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુ

English summary
Haryana: 25 seats will decide who will form government in state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X