Haryana assembly election 2024: હરિયાણામાં સવારે 9 કલાક સુધીમાં 9.52 ટકા મતદાન, જુલાનામાં સૌથી વધુ

Haryana assembly election 2024: 15મી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સવારે 7 કલાકથી મતદાન થઈ રહ્યું છે. સવારે 9.30 વાગ્યા સુધી 9.53 ટકા મતદાન થયું છે.

તમામ જિલ્લાઓમાં, જીંદ જિલ્લામાં સૌથી વધુ 12.71 ટકા મતદાન થયું હતું. રેસલર વિનેશ ફોગાટ જીંદની જુલાના સીટથી ચૂંટણી લડી રહી છે. અહીં સૌથી વધુ 14.50 ટકા મતદાન થયું હતું.

2024ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો માટે 1031 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 2 કરોડ 03 લાખ 54 હજાર 350 મતદારો 20 હજાર 629 મતદાન મથકો પર મતદાન કરી શકશે.

Haryana assembly election 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોની 225 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

30 હજાર પોલીસકર્મી, 21 હજારથી વધુ હોમગાર્ડ અને 11 હજાર એસપીઓ ફરજ પર મુકાયા છે. તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન નોંધાયુ?

  • અંબાલા-11.87 ટકા
  • ભિવાની-9.72 ટકા
  • ચરખી દાદરી -9.08 ટકા
  • ફરીદાબાદ -8.82 ટકા
  • ફતેહાબાદ -11.81 ટકા
  • ગુરુગ્રામ -6.10 ટકા
  • હિસાર -8.49 ટકા
  • ઝજ્જર -8.43 ટકા
  • જીંદ -12.71 ટકા
  • કૈથલ -11.10 ટકા
  • કુરુક્ષેત્ર -10.57 ટકા
  • મહેન્દ્રગઢ -11.51 ટકા
  • મેવાત -10.64 ટકા
  • પલવલ -12.54 ટકા
  • પંચકુલા -4.08 ટકા
  • પાણીપત -7.49 ટકા
  • રેવાડી -9.27 ટકા
  • રોહતક -10.76 ટકા
  • સિરસા -9.87 ટકા
  • સોનીપત -7.98 ટકા
  • યમુનાનગર -9.27 ટકા
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X