haryana assembly election 2024: અચાનક સોનિયા ગાંધીને મળવા પહોંચી કુમારી શૈલજા, હરિયાણાની મુખ્યમંત્રી બનશે?
haryana assembly election 2024, Kumari Selja, Sonia Gandhi: આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. આ પહેલા કોંગ્રેસ નેતા અચાનક કુમારી શૈલજા સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથની ચિંતામાં વધારો થયો છે.
સોનિયા ગાંધી અને કુમારી શૈલજાની મુલાકાતથી હરિયાણામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેમની મુલાકાત બાદ હવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, કુમારી શૈલજાએ હરિયાણાના મુખ્યમંત્રી બનવા માટે કવાયત હાથ ધરી છે. જો હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો કુમારી શૈલજા મુખ્યમંત્રી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલા હરિયાણાના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે.
આ દરમિયાન ગુરુવારે ચૂંટણી પ્રચારના અંત સાથે, સમાચાર આવ્યા કે સિરસાના સાંસદ અને દલિત કોંગ્રેસ નેતા કુમારી શૈલજા અચાનક નવી દિલ્હી પહોંચી ગયા અને લગભગ 30 મિનિટ સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કુમારી શૈલજા પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે. હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી કુમારી શૈલજા જૂથના ઉમેદવારો માત્ર એક ડઝન બેઠકો પર મેદાનમાં ઉતર્યા છે.
મોટાભાગની બેઠકો પર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથના ઉમેદવારો લડી રહ્યા છે. ટિકિટની વહેંચણી બાદ કુમારી શૈલજા નારાજ થઈ ગઈ હતી, અને ચૂંટણી પ્રચારથી પણ દૂર થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કેસ કુમારી શૈલજાએ 26 સપ્ટેમ્બરે જ ચૂંટણી પ્રચાર ફરી શરૂ કર્યો હતો. રાહુલ ગાંધીની અસાંધ ચૂંટણી રેલીમાં ભાગ લીધો હતો અને અન્ય ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, કુમારી શૈલજા હરિયાણાના પીઢ દલિત નેતા છે. હરિયાણામાં 22 ટકા દલિત મતદારો છે. જેમનો પ્રભાવ ઘણી બેઠકો પર જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન વન ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના CWC સભ્ય અને પ્રવક્તા કોંગ્રેસના નેતા ગુરદીપ સિંહ સપ્પલે જણાવ્યું હતું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ સત્તામાં આવી રહી છે.
ચૂંટણીના પરિણામો પછી, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષની બેઠક યોજાશે. ત્યારબાદ હાઈકમાન્ડની મંજુરીથી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
