Haryana Assembly Election 2024: પહેલીવાર મતદાન કર્યું ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરે
Haryana Assembly Election 2024: હરિયાણાની 90 વિધાનસભા સીટ માટે આજે 5 ઓક્ટોબર 2024ના રોજ એકમાત્ર તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વહેલી સવારેથી મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારમાં ઉભી ગયા છે. હરિયાણામાં ઉત્સાહ સાથે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન કેટલીક હસ્તીઓ પણ પોલિંગ બૂથ પર પહોંચી હતી.

આ દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર પોતાના પરિવાર સાથે લાઈનમાં ઊભી જોવા મળી હતી. મનુ ભાકરે ઝજ્જરના એક મતદાન કેન્દ્ર પર જઈ મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મનુ ભાકરે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.
પહેલીવાર કર્યું મતદાન
નોંધનીય છે કે મનુ ભાકરે આજે પહેલીવાર લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો. પોતાનો પહેલો મત તેણે હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં આપ્યો. મનુ ભાકરે પોતાના પિતા રામ કિશન ભાકર સાથે મતદાન કર્યું. મતદાન પછી મનુ ભાકરે કહ્યું, "યોગ્ય ઉમેદવારને ચૂંટવા માટે મતદાન કરવું દરેક વ્યક્તિની જવાબદારી છે. દેશના યુવા છીએ માટે દેશની ચૂંટણીઓમાં આપણે ભાગ લઈએ એ આપણું કર્તવ્ય છે, માટે બધા યોગ્ય ઉમેદવારને મત આપો. નાના પગલાં મોટી સફળતા તરફ લઈ જાય છે અને આજે મેં પહેલીવાર મત આપવાનું મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે."
જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 90 વિધાનસભા ક્ષેત્રોમાં કૂલ 1031 ઉમેદવારો મેદાનમાં છે અને 20632 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હરિયાણામાં કૂલ 2 કરોડ 3 લાખ 54 હજાર 350 મતદારો નોંધાયેલા છે જેમાંથી 1.07 કરોડ પુરુષ, 95.77 લાખ મહિલાઓ અને 467 થર્ડ જેન્ડર સામેલ છે.












Click it and Unblock the Notifications
