Haryana Assembly Election 2024 : હરિયાણામાં કોંગ્રેસનું ગઠબંધન કોની સાથે? જાણો શું કહ્યું ભુપિન્દર હુડ્ડાએ?
Haryana Assembly Election 2024: હરિયાણા જીતવા માટે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચુકી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે પણ કવાયત તેજ કરી દીધી છે.
અહેવાલો અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાએ મીડિયા સાથે વાત કરતા આ સંકેત આપ્યા.

મીડિયા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં ગઠબંધનને લઈને કોઈ તૈયારી કરી રહી છે? આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની સ્થિતિ શું રહેશે?
આ પ્રશ્નનો જવાબ આપતા પૂર્વ સીએમ હુડ્ડાએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે પરંતુ અમે હજુ સુધી પ્રાંતીય સ્તરે કોઈની સાથે વાત કરી નથી.
ANI સાથે વાત કરતા હુડ્ડાએ કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસનું AAP સાથે કોઈ ગઠબંધન નથી. અમારું રાષ્ટ્રીય સ્તરે તમામ પક્ષો સાથે જોડાણ છે, પરંતુ રાજ્ય સ્તરે હજુ સુધી આવી કોઈ ચર્ચા થઈ નથી. હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના દમ પર સક્ષમ છે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને બીજેપીને ખરાબ હાર આપ્યા બાદ કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ છે. આ જ ઉત્સાહના દમ પર કોગ્રેસ હરિયાણા ફતેહ કરવા ઉતરી રહી છે.












Click it and Unblock the Notifications
