For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haryana Assembly Elections 2019: આ 40 સીટ પર કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત

Haryana Assembly Elections 2019: આ 40 સીટ પર કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 90 વિધાનસભા સીટવાળા હરિયાણાના વ્યાપક પ્રવાસ બાદ આ વાત તો કહી શકાય કે આ વખતે ચૂંટણી લોકસભા ચૂંટણીની જેમ એકતરફી તો બિલકુલ નહિ હોય. આખા રાજ્યનો મૂડ જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ઓછામાં ઓછી 40 સીટ પર સત્તાધારી ભાજપને કોંગ્રેસના ઉમેદવારોથી આકરી ટક્કર મળી શકે છે. કોંગ્રેસની સારી સ્થિતિવાળી આ સીટ આખા રાજ્યમાં ફેલાયેલ છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં હોય એવી સીટો તો છે જ સાથે જ એવી સીટો પણ છે જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને રાજ્ય સરકારના કેટલાય વરિષ્ઠ મંત્રીઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

આ સીટ પર કોંગ્રેસ ઉમેદવાર આકરી ટક્કર આપી રહ્યા છે

આ સીટ પર કોંગ્રેસ ઉમેદવાર આકરી ટક્કર આપી રહ્યા છે

હરિયાણાની જે 40 સીટ પર કોંગ્રેસ ઉમેદવારોની સ્થિતિ દિવસેને દિવસે સારી થતી લાગી રહી છે, તેમાં મહેન્દ્રગઢ, બાદલી અને એલનાબાદ જેવી સીટો પણ સામેલ છે. જણાવી દઈએ કે મહેન્દ્રગઢમાં કોંગ્રેસના ઉમેદવાર રાવ દાન સિંહ પ્રદેશના શિક્ષા મંત્રી રામવિલાસ શર્માને આકરી ટક્કર આપી રહ્યા છે. જ્યારે બાદલી સીટ પર પાર્ટીના ઉમેદવાર કુલદીપ વત્સથી પ્રદેશના કૃષી મંત્રી ઓપી ધનકડને આકરો પડકાર મળી રહ્યો છે. એટલું જ નહિ પૂર્વ સીએમ ભૂપેન્દર સિંહ હુડ્ડાના પ્રભાવવાળા વિસ્તારની ખરખૌદા અને બડોદા સીટો પર પણ કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પર ભારે પડતા દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોની સ્થિતિ પણ સારી

કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોની સ્થિતિ પણ સારી

ગઢી સાંપલી કિલોઈ વિધાનસભાનો આખો પ્રવાસ ખેડ્યો છે. આ સીટથી કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દર સિંહ હુડ્ડા ચૂંટણી લડી રહ્યા છે. અહીં અત્યારે હુ્ડ્ડા સામે કોઈપણ ઉમેદવાર મુકાબલામાં નથી દેખાઈ રહ્યો. હરિયાણાના તોશામ વિધાનસભા સીટની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા કિરણ ચૌધરી બાકી ઉમેદવારોની સરખામણીએ ઘણા આગળ દેખાઈ રહ્યા છે.

આ સીટ હરિયાણાનું પરિણામ નિર્ધારિત કરી શકે છે

આ સીટ હરિયાણાનું પરિણામ નિર્ધારિત કરી શકે છે

હરિયાણામાં હવે માત્ર ત્રણ દિવસનો જ ચૂંટણી પ્રચાર બાકી રહી ગયો છે. આખા રાજ્યના પ્રવાસમાં અમે જે અનુભવ્યું છે તેનાથી લાગે છે કે ઓછામાં ઓછી 18 વિધાનસભા સીટ પર બહુકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપ માટે સમસ્યા એ છે કે જો તેને 40 સીટ પર કોંગ્રેસથી ટક્કર મળી રહી હોય તો ઓછામાં ઓછી 7 સીટ પર દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી અને ઓછામાં ઓછી એક જગાધરી સીટ પર બસપાના ઉમેદવાર સાથે પણ બરાબરીનો મુકાબલો થઈ શકે છે. જો આ ત્રણ દિવસમાં ટિકિટ વહેંચણીમાં પોતાના સોશિયલ એન્જીનિયરિંગ દ્વારા કોંગ્રેસ પાર્ટી આ બહુકોણીય મુકાબલામાં ફસાયેલ 18 સીટ પર પણ પોતાનો પ્રભાવ દેખાડવામાં સફળ રહી તો વિધાનસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારાં પણ હોય શકે છે.

અમિત શાહનો શિવસેનાને સંદેશ, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમત મળશેઅમિત શાહનો શિવસેનાને સંદેશ, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમત મળશે

English summary
Haryana Assembly Elections 2019: position of congress is very strong on this 40 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X