હરિયાણાના દંગલમાં ભાજપની વાપસી થઈ શકે, આંકડા છે સાબિતી

હરિયાણાના દંગલમાં ભાજપની વાપસી થઈ શકે, આંકડા છે સાબિતી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે, 24 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલરોરાએ ચૂંટણી કાર્યક્રમનું એલાન કરતા જણાવ્યું કે બંને રાજ્યોમાં 27 સપ્ટેમ્બરે અધિસૂચના જાહેર થઈ જશે. 4 ઓક્ટોબર સુધી નામાંકન કરવામાં આવી શકે છે અને 7 ઓક્ટોબર સુધી નામાંકન પરત લેવામાં આવી શકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે છે. આવો જાણીએ હરિયાણામાં પાછલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળ્યો હતો અને કોનું પલડું ભારે છે...

હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી, 24મીએ પરિણામ

હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી, 24મીએ પરિણામ

મે 2019માં સંપન્ન થયેલ લોકસભા ચૂંટણી બાદ આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. એવામાં કેન્દ્રની સાથોસાથ હરિયાણામાં સત્તા સંભાળી રહેલ ભાજપ માટે આ ચૂંટણી અતિ મહત્વની છે. આ વાતને ભાજપ આલાકમાન સરખી રીતે સમજે છે. આ કારણે જ પાર્ટીએ પ્રદેશમાં પોતાના સ્તર પર તૈયારી તેજ કરી રાખી છે. આ દરમિયાન જો આપણે પાછલી વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો પ્રદેશની કુલ 90 વિધાનસભા સીટમાં સૌથી વધુ 47 સીટ ભાજપે જીતી. બીજા નંબરે ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળ રહી, જેમના ખાતામાં 19 સીટ આવી. ત્રીજા નંબરે કોંગ્રેસ રી, જેમને 15 સીટ મળી હતી. અન્યોના ખાતામાં 9 સીટ આવી હતી.

પાછલી વિધાનસભા ચૂંટણીના વોટ શેરમાં ભાજપ અવ્વલ

પાછલી વિધાનસભા ચૂંટણીના વોટ શેરમાં ભાજપ અવ્વલ

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન જો પાછલી વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીના વોટ શેર પર નજર નાખીએ તો સૌથી મોટી પાર્ટી ભાજપનો વોટ શેર 33 ટકા રહ્યો હતો. પાર્ટીએ 47 સીટ પોતાના નામે કરી હતી અને સત્તા સંભાળી હતી. બીજો નંબર 24 ટકા વોટશેર સાથે આઈએનએલડી રહી હતી, જેણે 19 સીટ જીતી હતી. ત્રીજો નંબર 21 ટકા વોટ શેર સાથે 15 સીટ જીતનાર કોંગ્રેસનો હતો. અન્યોનો વોટશેર 22 ટકા રહ્યો અને તેમને 9 સીટ આવી હતી.

2019ની ચૂંટણીમાં ભાજપના આ આંકડા બીજા દળોને પરેશાન કરશે

2019ની ચૂંટણીમાં ભાજપના આ આંકડા બીજા દળોને પરેશાન કરશે

પાછલી વિધાનસભા ચૂંટણીની સીટના આંકડાઓ અને વોટ શેર પર નજર કરીએ તો આ વખતે પણ ભાજપનું પલડું ભારે જણાઈ રહ્યું છે. જેનું ખાસ કારણ હાલમાં જ સંપન્ન થયેલ લોકસભા ચૂંટણી છે, જેમાં ભાજપે હરિયાણામાં શાનદાર પ્રદર્શન કરતા તમામ 10 સંસદીય સીટ પોતાના નામે કરી લીધી હતી. આ વખતેની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર સૌથી વધુ 58.02 ટકા રહ્યો. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તેમનું વોટિંગ જરૂર વધ્યું હતું પરંતુ એકપણ લોકસભા સીટ જીતવામાં પાર્ટી સફળ નહોતી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટિંગ શેર 28.42 ટકા હ્યો. સૌથી વધુ નુકસાન આઈએનએલડીને થયું, જેનો વોટ શેર 2019ની લોકસભા ચૂંટણીમાં 1.89 ટકા રહ્યો. રાજકીય ગણિતમાં ભાજપ ફરી એકવાર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મજબૂત જણાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X