Haryana Election 2024 : હરિયાણા ચૂંટણી પહેલા જ AAP-JJP એ હાર માની લીધી? જાણો કેમ થઈ રહી છે ચર્ચા?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે મતદાન પહેલા જ આમ આદમી પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીએ હાર માની લીધી હોય તેવી સ્થિતી સર્જાઈ છે.
અહેવાલો અનુસાર, ચૂંટણી પહેલા બે પક્ષોના ઉમેદવારો પાછા હટ્યા છે અને બન્નેએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને અને ભાજપ-કોંગ્રેસને ટેકો જાહેર કરી દીધો છે.

આ નેતાઓ અનામત બેઠક નિલોખેરીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમર સિંહ અને પાણીપત ગ્રામીણથી જનનાયક જનતા પાર્ટીના ઉમેદવાર રઘુનાથ કશ્યપ છે.
અહેવાલો અનુસાર, AAP ઉમેદવાર અમર સિંહે પંજાબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવાની હાજરીમાં કોંગ્રેસ પાર્ચી જોઈન કરી તો જેજેપીના ઉમેદવાર રઘુનાથ કશ્યપ ભાજપમાં જોડાયા છે. હવે પાર્ટી આ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
કોસલી બેઠક પરથી ટિકિટ ન મળવાથી નારાજ પૂર્વ મંત્રી બિક્રમ સિંહ, કાઉન્સિલરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવનાર સુરેન્દ્ર મડિયા અને અપક્ષ તરીકે ચૂંટણી લડનાર ભાજપના બળવાખોર રામપાલ યાદવ પણ કોંગ્રેસમાં જોડાયા છે.
ભાજપના પૂર્વાંચલ સેલના પ્રદેશ સહ કન્વીનર સંજય કોન્ટ્રાક્ટર પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સભ્ય જસપાલ અંતિલ ભાજપમાં જોડાયા છે અને ભાજપે તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
