Haryana Election 2024 : હરિયાણા ચૂંટણી માટે બીજેપી-કોંગ્રેસની કેવી તૈયારી?

Haryana Election 2024 : હરિયાણાામાં આવનારી 1 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી જાહેરાત સાથે સાથે બીજેપી-કોંગ્રેસે રાજ્ય ફતેહ કરવા કમર કસી લીધી છે.

હરિયાણામાં વિધાનસભાની કુલ 90 સીટો છે. સંપૂર્ણ બહુમતી માટે 46 સીટોની જરૂર પડે છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ સિવાય જેજેપી અને આઈએનએલડી પણ મેદાનમાં છે.

Haryana Election 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની રણનીતિ

  • હરિયાણામાં 2014થી ભાજપની સરકાર છે. 2019માં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. મનોહર લાલ ખટ્ટર સીએમ બન્યા હતી.
  • હવે બીજેપી-જેજેપી ગઠબંધન તૂટતા ખટ્ટરે સીટ ગુમાવવી પડી છે અને નાયબ સિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યા છે.
  • હવે ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલાની મદદથી 2024ની વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
  • નાયબ સિંહ સૈની માત્ર 76 દિવસ હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત જાહેરાત કરીને સત્તા વિરોધી લહેર ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
  • હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપને કેન્દ્રમાં સરકાર, બૂથ મેનેજમેન્ટ અને સૈનીના નવા ચહેરા પર વિશ્વાસ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ

  • 2014થી કોંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ સીટો જીતી છે. આ જીતથી ઉત્સાહિત કોંગ્રેસે આ વખતની વિધાનસભા ચૂંટણી માટે અલગ રણનીતિ બનાવી છે.
  • કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં સત્તા વિરોધી લહેર, બેરોજગારી, મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા, ખેડૂતો, અગ્નવીર જેવા મુદ્દાઓ પર લડી રહી છે.

હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે પડકાર

  • ભાજપ માટે હરિયાણામાં જીતની હેટ્રિક સરળ નથી. ખેડૂત આંદોલન સૌથી મોટો પડકાર છે. ભાજપ સાથે સાથે JJP, AAP અને INLA-BSP ઘણી સીટો પર કોંગ્રેસની રમત બગાડી શકે છે.

હરિયાણા ચૂંટણીમાં જેજેપી સામે પડકાર

  • હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં પૂર્વ સાંસદ અજય સિંહ ચૌટાલાના પુત્ર દુષ્યંત સિંહ ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનો રસ્તો સરળ નથી.
  • 2019ની ચૂંટણીમાં JJPએ 10 બેઠકો જીતીને કિંગ મેકરની ભૂમિકા ભજવી અને ભાજપની સરકાર બનાવી હતી.
  • 2024ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ જેજેપી એમએલએ ઈશ્વર સિંહ, દેવેન્દ્ર બબલી, અનુપ ધાનક અને રામ કરણ કલાએ પાર્ટી છોડી દીધી છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X