Haryana Election 2024 : હરિયાણામાં બીજેપીએ 8 બળખાવોર નેતાઓને પાર્ટીમાંથી બહાર કાઢ્યા

Haryana Assembly Election 2024 : હરિયાણા ચૂંટણીમાં બાગી નેતાઓએ બીજેપી માટે મુશ્કેલી સર્જી દીધી છે. એક તરફ ભારે વિરોધ અને બીજી તરફ નેતાઓની બગાવતે બીજેપીને કમજોર કરી દીધી છે.

હવે બીજેપીએ ચૂંટણી પહેલા જ બાગી નેતાઓ પર કાર્યવાહી કરી છે. બીજેપી તેના 8 બાગી નેતાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.

Haryana Assembly Election 2024

બીજેપીએ આ કાર્યવાહી તેના જ સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારો સામે કરી છે. આ તમામ નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે.

બીજેપીએ હકાલપટ્ટી કરાયેલા નેતાઓમાં સંદીપ ગર્ગ, રણજીત ચૌટાલા, જીલેરામ શર્મા, દેવેન્દ્ર કાદ્યાન, બચ્ચન સિંહ આર્ય સામેલ છે.

ભાજપ દ્વારા પક્ષમાંથી બહાર કરાયેલા નેતાઓમાં એવા નેતાઓ પણ છે જે લાડવા, અસંધ, ગનૌર, સફીડો, રાનિયા, મેહમ, ગુરુગ્રામ અને હાથિનથી પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

લાડવાથી સંદીપ ગર્ગ, અસંધથી જીલેરામ શર્મા, ગનૌરથી દેવેન્દ્ર કાદ્યાન, સફીડોથી બચ્ચન સિંહ આર્ય, રાનિયાથી રણજીત ચૌટાલા, મેહમથી રાધા અહલાવત, ગુરુગ્રામથી નવીન ગોયલ અને હાથિનથી કેહર સિંહ રાવત અપક્ષ રીતે ચૂંટણી લડી રહ્યા છે.

આ બધામાં સૌથી ચર્ચિત નામ રણજીત ચૌટાલાનું છે. રણજીત ચૌટાલા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને ટીકીટ ન આપવાથી તે નારાજ હતા. રણજીત ચૌટાલા પૂર્વ સીએમ ચૌધરી દેવીલાલના પુત્ર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X