Haryana Election 2024 : હરિયાણા ચૂંટણીમાં કેજરીવાલનું ટ્ર્મ્પ કાર્ડ, 5 ગેરંટી આપી મત માંગ્યા
Haryana Election 2024: હાલમાં જ જેલમાંથી આઝાદ થયેલા અરવિંદ કેજરીવાલે હરિયાણા તરફ પોતાનું તમામ ધ્યાન લગાવી દીધુ છે. પોતાના ગૃહ રાજ્યમાં પગ જમાવવા કેજરીવાલે હરિયાણાના લોકોને 5 ગેરંટી આપી છે.
આમ આદમી પાર્ટી હરિયાણામાં પગ પેસારો કરવા પુરી તાકાત સાથે ઉતરી છે. અહીં અરવિંદ કેજરીવાલ સતત રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.

આ ક્રમમાં જ કેજરીવાલ રોહતકમાં મેહમ વિધાનસભામાં જનસભા સંબોધવા પહોચ્યા હતા. અહીં તેમણે હરિયાણાના લોકોને 5 ગેરંટી આપી. કેજરીવાલે કહ્યું કે જો AAPની સરકાર બનશે તો મફત વીજળી, મહોલ્લા ક્લિનિક અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અપાશે.
કેજરીવાલે કહ્યું કે, હું જેલમાંથી બહાર આવ્યો છું. હું દિલ્હીમાં દરેક જગ્યાએ ફરું છું. બધા કહે છે કે કેજરીવાલ કંઈ પણ હોઈ શકે, પણ ચોર નથી. કેજરીવાલ ચોર છે એવું એક પણ વ્યક્તિ માનતો નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જેલમાંથી બહાર આવ્યા બાદ મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ લોકોએ મને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દીધો.
અહીં ચૂંટણી પ્રચાર વચ્ચે અરવિંદ કેજરીવાલે હરિયાણાના લોકો માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે આજે હું હરિયાણાના લોકોને 5 ગેરંટી આપવા માંગુ છું. રાજ્યમાં જે પણ સરકાર બનશે તે AAP વિના ચાલશે નહીં.
અરવિંદ કેજરીવાલની 5 ગેરંટી
- 24 કલાક મફત વીજળી અને જૂના બાકી બિલો માફ કરવામાં આવશે.
- હરિયાણામાં ઉત્તમ મોહલ્લા ક્લિનિક્સ-સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે અને તેમાં મફત સારવાર આપવામાં આવશે.
- બાળકોના શિક્ષણ માટે ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે.
- તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.
- બેરોજગાર યુવાનોને રોજગાર આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
