Haryana Election 2024 : હરિયાણામાં રાહુલ ગાંધીએ ફરીથી રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો, ડંકીને ગંભીર સમસ્યા ગણાવી
Haryana Assembly Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ રાહુલ ગાંધીએ બાજી પલ્ટી દીધી છે.
પહેલાથી જ ચૂંટણીમાં પાછળ રહેલી બીજેપી હવે હરિયાણા ચૂંટણીમાં સતત પાછળ જઈ રહી છે. રાહુલ ગાંધીએ ડંકીનો મુદ્દો ઉટાવીને બાકી રહેલી કસર પણ પુરી દીધી છે.

અમેરિકાથી પરત આવ્યા બાદ રાહુલ ગાંધી સતત ડંકી અને રોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. હવે રાહુલ ગાંધીએ ડંકીનો મુદ્દો ઉઠાવીને બીજેપી પર આકરા પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીએ વોટ્સએપ ચેનલ પર એક મેસેજ પોસ્ટ કર્યો અને આ મેસેજમાં તેમણે લખ્યું કે, દેશમાં વધતી બેરોજગારી મારા માટે ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ વિષય છે. હું હરિયાણાના યુવાનોને મળ્યો જે ડંકી જેવા ખતરનાક માર્ગેથી અમેરિકા ગયા છે. આ પછી કરનાલમાં હું તેમના પરિવારને મળ્યો. યુવાનોના સંઘર્ષની કહાનીઓ સાંભળીને અને બાળકોને તેમના માતા-પિતા સાથે રડતા જોઈને હું અંદર સુધી હલી ગયો છુ.
હરિયાણાના મેદાનમાં ઉતર્યા બાદ રાહુલ ગાંધી સતત બીજેપી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યાં છે. હવે તેમણે આકરો સવાલ કરતા પુછ્યુ કે, છેલ્લા 10 વર્ષમાં ભારતથી અમેરિકા સ્થળાંતર 60 ગણું કેમ વધ્યું? 35 લાખની લોન લઈને યુવાનો શા માટે ડંકી માર્ગ અપનાવીને બિઝનેસ કરવાને બદલે જીવ જોખમમાં મૂકે છે?
અહીં તેમણે નોકરીનો મુદ્દો ઉઠાવ્યો અને પુછ્યુ કે, શા માટે હજારો સ્નાતકો અને અનુસ્નાતકો સફાઈ કર્મચારીઓ જેવી નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે? શા માટે લોકોએ તેમના પરિવાર સાથે રહેવા અને આજીવિકા કમાવવા વચ્ચે પસંદગી કરવાની જરૂર પડી છે?
બીજેપી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા એક દાયકામાં દેશમાં રોજગારનો અભાવ યુવાનોની આશા છીનવી રહ્યો છે અને તેમને ખતરનાક માર્ગો પર લઈ જઈ રહ્યા છે. કોઈ પણ પોતાની જમીન, પોતાનો પરિવાર છોડવા માંગતા નથી, પરંતુ ભાજપની નીતિઓએ તેમને આ મજબૂરીમાં ધકેલી દીધા.
તેમણે કહ્યું કે, હરિયાણામાં તકોની કોઈ કમી નથી. સાથે મળીને અહીં રોજગારના નવા રસ્તાઓ શોધીએ, આપણા ગામને, આપણા હરિયાણાને આગળ લઈ જઈએ અને આપણે 2 લાખ સરકારી નોકરીઓની ગેરંટી સાથે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે પરિસ્થિતિ બદલાશે.












Click it and Unblock the Notifications
