Haryana Election 2024 : હરિયાણા ડ્રગ્સની ઝપેટમાં, અદાણી પર કોઈ કાર્યવાહી કેમ નહીં?-રાહુલ ગાંધી
Haryana Assembly Election 2024 : અદાણીના પોર્ટ પરથી ડ્રગ્ન પકડાવા અને હરિયાણાના યુવાનો ડ્રગ્સની ઝપેટમાં આવી રહ્યાં છે તેને રાહુલ ગાંધીએ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. રાહુલ ગાંધીએ ડ્રગ્સને લઈને નરેન્દ્ર મોદી સરકારને આકરા સવાલ કર્યા.
હરિયાણા ચૂંટણીમાં રાહુલ ગાંધી રોજ નવા મુદ્દા પર ઉઠાવી રહ્યાં છે. આ ક્રમમાં જ તેમને હરિયાણાના યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સના બિઝનેસને અદાણી સાથે જોડ્યો અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા.

રાહુલ ગાંધીએ સોનીપતમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે, તે કહે છે, દરેક વ્યક્તિ જાણે છે કે અહીં ડ્રગ્સનો મુદ્દો છે. હું મોદીજીને પૂછું છું, જ્યારે અદાણીના મુદ્રા પોર્ટ પર હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું ત્યારે તમે શું પગલાં લીધાં?
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, પહેલા પબ્લિક સેક્ટર હતું, હવે તેને બંધ કરીને અદાણી-અંબાણીને આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ આરોપલ લગાવ્યો કે સેના અદાણીને વેચવામાં આવી રહી છે, જ્યારે અદાણી કોઈ હથિયાર બનાવતી નથી, વિદેશી કંપનીઓના હથિયારો પર અદાણીની કંપનીનું લેબલ ચોંટાડવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર અને હરિયાણા સરકારો બે-ત્રણ અબજોપતિઓની મદદ માટે દોડે છે. અગાઉ નાના અને મધ્યમ ઉદ્યોગો હરિયાણામાં રોજગારી આપતા પરંતુ તે બંધ થઈ ગયા.
રાહુલ ગાંધીએ અગ્નિવીરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, લોકો જે માર્ગ પરથી સેનામાં જોડાતા હતા તે માર્ગ પણ અગ્નિવીર યોજનાના નામે બંધ કરી દેવામાં આવ્યો. રાહુલે આરોપ લગાવ્યો કે અગ્નિવીર યોજના સૈનિકો પાસેથી તેમનું પેન્શન, તેમની કેન્ટીન અને શહીદનો દરજ્જો ચોરી કરવાનો એક માર્ગ છે.
જણાવી દઈએ કે, રાહુલ ગાંધી હરિયાણામાં આક્રમક રીતે બીજેપી પર પ્રહાર કરી રહ્યાં છે. ખેડૂત વિરોધી નીતિઓ અને રેસલરોને પ્રતાડિત કરવાનારા બીજેપીના નેતાઓને કારણે પહેલેથી જ બીજેપી ભારે વિરોધનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે અહીં લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
