Haryana election 2024 : હરિયાણા ચૂંટણીમાં વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી, આ ઉમેદવારના સમર્થનમાં વીડિયો જાહેર
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આખરે વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી થઈ છે. વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં આવ્યો છે.
વિરેન્દ્ર સેહવાગે તોશામ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ઉમેદવાર અનિરૂદ્ધ ચૌધરીના સમર્થન આપ્યુ છે.
સેહવાગે કહ્યું કે, તેમને હું મારા મોટા ભાઈ માનું છું, તેના પિતા રણબીર સિંહ મહિન્દ્રા BCCIના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમણે મને ઘણી મદદ કરી છે.

વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, આ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. મને લાગે છે કે હું તેમને મદદ કરી શકીશ. હું તોશામના લોકોને અનિરુદ્ધ ચૌધરીની મદદ કરવા અપીલ કરું છું.
જણાવી દઈએ કે, અનિરુદ્ધ ચૌધરી રાજનીતિમાં નવા નથી, તે હરિયાણાના ચાર વખતના મુખ્યમંત્રી બંસી લાલના પૌત્ર અને રણબીર મહેન્દ્રના પુત્ર છે.
અનિરૂદ્ધ ચૌધરી માટે આગામી ચૂંટણીમાં મોટો પડકાર છે. તેમની સામે તેની કઝીન સિસ્ટર શ્રુતિ ચૌધરીનો બીજેપીની સીટ પર ચૂંટણી લડી રહી છે. તોશામ સીટ પર એક મુકાબલો પારિવારીક સભ્યો વચ્ચે છે.
તોશામ બંસી લાલ પરિવારના વારસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ પરિવારનું દાયકાઓથી પ્રભુત્વ રહ્યુ છે. બંસી લાલ પોતે અહીં છ ચૂંટણી જીત્યા છે અને આ પરંપરા શ્રુતિ ચૌધરીના માતા-પિતા સુરેન્દર સિંહ અને કિરણ ચૌધરીએ ચાલુ રાખી હતી.
2019 માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં કિરણ ચૌધરીએ 18,059 મતોના નોંધપાત્ર માર્જિનથી પરિવાર માટે બેઠક જીતી હતી. આ સીટ પર જાટની વસ્તી લગભગ 33% છે, તે પછી અન્ય કેટલાક સમુદાયો ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આ વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી થતા મુકાબલો રસપ્રદ બની શકે છે.
ELECTION BREAKING 🚨
— Saibpal Pandit (@PanditSaibpal) October 2, 2024
Former Cricketer Virender Sehwag bats for Congress: 'press Congress button on 5th October'.
CONGRESS 🔥 pic.twitter.com/h3AcVoCi49












Click it and Unblock the Notifications
