Haryana Election 2024 : હરિયાણામાં કોંગ્રસના સીએમ ઉમેદવાર કોણ? જાણો શું કહ્યું કુમારી શૈલજાએ?
Haryana Election 2024 : હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની મજબુત સ્થિતી વચ્ચે પાર્ટીમાં વિખવાદના અહેવાલો છે. કુમારી શૈલજા નારાજ હોવાના અહેવાલો વચ્ચે સીએમ પદને લઈને તેણીએ ખુલાસો કરી દીધો છે.
કેટલોક સમય પ્રચારથી દુર રહ્યાં બાદ કુમારી શૈલજા પ્રચારમાં ઉતરી છે અને તેણીએ ઉતરતા જ બીજેપીના આરોપોનો સણસણતો જવાબ આપ્યો.

કુમારી શૈલજાએ કહ્યું કે, કોંગ્રેસ મારા લોહીમાં છે અને હું મરતા સુધી કોંગ્રેસમાં જ રહીશ. ભાજપ આવી યુક્તિઓ અપનાવે છે, લોકો તેમની રણનીતિથી કંટાળી ગયા છે.
INLD અને BSPને ડેપ્યુટી સીએમ પદ આપવા મુદ્દે કુમારી શૈલજાએ કહ્યું કે, ન તો INLD કે BSP સરકાર બનાવશે અને ન તો તેમના ડેપ્યુટીને સીએમ બનાવવામાં આવશે.
શૈલજાએ કહ્યું કે કોંગ્રેસમાં દલિત સમુદાયમાંથી સીએમ બની શકે છે. દલિત સમાજે દલિત સીએમની માંગણી પણ કરી છે.
કુમારી શૈલજાએ કહ્યું કે પરિવર્તન સમય સાથે આવે છે અને રાહુલ ગાંધી પણ દલિત સમુદાયને આગળ લાવવા માંગે છે. હાઈકમાન્ડ કોંગ્રેસના સીએમ ચહેરાની પસંદગી કરશે.
બીજેપી પર આકરા પ્રહારો કરતા કુમારી શૈલજાએ કહ્યું કે, 2019માં ભાજપને બહુમતી મળી નથી. જેજેપીના 10 ધારાસભ્યોના કારણે જ ભાજપ સરકારમાં આવી. ગઈ ચૂંટણીમાં જેજેપીએ બીજેપી વિરુદ્ધ વોટ માંગ્યા હતા.
મનોહર લાલ ખટ્ટર પર નિશાન સાધતા તેણીએ કહ્યું કે, તેમણે છેલ્લા સાડા 9 વર્ષમાં હરિયાણાને બરબાદ કરી દીધું છે. INLD-BSP ગઠબંધન સરકાર બનાવવાના અભય ચૌટાલાના દાવાના જવાબમાં કુમારી શૈલજાએ કહ્યું કે હરિયાણામાં INLD અને BSPનું કોઈ અસ્તિત્વ નથી.












Click it and Unblock the Notifications
