Haryana Election 2024 : હરિયાણાને મહિલા મુખ્યમંત્રી મળશે? સાવિત્રી જિંદલનો મોટો દાવો
Haryana Election 2024 : હરિયાણામાં મતદાન પુરૂ થાય તે પહેલા બીજેપી સાથે બગાવત કરનારી બાગી ઉમેદવાર સાવિત્રી જિંદલે મોટો દાવો કર્યો છે.
હિસાર વિધાનસભા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલી સાવિત્રી જિંદલે કુમાલી સૈલજાને પોતાની દિકરી અને ભુપેન્દ્ર સિંહ હુડ્ડાને પોતાના ભાઈ ગણાવ્યા અને મોટો દાવો કરી દીધો.

સાવિત્રી જિંદલે પોતાની જીતનો દાવો કર્યો અને કહ્યું કે પુરૂ હિસાર તેમની સાથે છે અને તેમને કોઈએ પાર્ટીની જરૂર નથી. સાવિત્રી જિંદલે મતદાન કર્યા બાદ આ દાવો કર્યો. તેણે કહ્યું કે હું હિસારને વિકસિત અને સુંદર બનાવવા પ્રયાસ કરીશ.
સાવિત્રી જિંદાલે કહ્યું કે તે હિસાર પરિવાર વતી ચૂંટણી લડી રહી છે અને જીતનો પૂરો વિશ્વાસ છે. બીજેપી સાંસદ અને પુત્ર નવીન જિંદાલ વિશે કહ્યું કે તે એક પાર્ટી સાથે જોડાયેલો છે, પાર્ટી તેને જે આદેશ આપશે તે કરશે. પરંતુ હું મારું કામ કરી રહી છું.
સવાલોનો જવાબ આપતા સાવિત્રી જિંદાલે કહ્યું કે, હરિયાણામાં કંઈ પણ થઈ શકે છે, એક મહિલા મુખ્યમંત્રી બની શકે છે. મહિલાઓની વસ્તી અડધી છે, કંઈ પણ થઈ શકે છે. મારા માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી સેલજા બંને સારા છે. કુમારી સેલજા મારા માટે દિકરી જેવી છે.












Click it and Unblock the Notifications
