હરિયાણા ચૂંટણી પરિણામ 2019: બબીતા ફોગાટ ચૂંટણી હારી, ત્રીજા નંબરે પર પહોંચી ગઈ
હરિયાણાની દાદરી વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર બબીતા ફોગાટ ચૂંટણી હારી ગઈ છે.
હરિયાણાની દાદરી વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર બબીતા ફોગાટ ચૂંટણી હારી ગઈ છે. દાદરી સીટ પર અપક્ષ સોમબીરે 14 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. બીજા નંબરે જેજેપીના સતપાલ સાંગવાન રહ્યા. બબીતા મુખ્ય મુકાબલામાં પણ આવી શકી નહિ, તે સીટ પર ત્રીજા નંબરે રહી છે.

બબીતાએ ચૂંટણી પરિણામ બાદ કહ્યુ છે કે લોકોએ જે પણ નિર્ણય કર્યો તેનુ હું સમ્માન કરુ છુ. જે રીતે લોકોએ મને સમર્થન અને પ્રેમ આપ્યો તે કમાલનો છે. લોકોએ ભાજપના કામ પર વિશ્વાસ કર્યો અને પાર્ટીએ સૌથી વધુ સીટો જીતી છે. કૉમનવેલ્થ ખેલોની પદક વિજેતા પહેલવાન બબીતાએ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં શામેલ થઈ હતી. ત્યારબાદ ભાજપે તેમને દાદરી સીટથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે તેમને જીત ન મળી. ભાજપે ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તને હરિયાણાની બડૌદા વિધાનસભા સીટથી ઉતાર્યા હતા. યોગેશ્વર પણ ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસ ઉમેદવાર શ્રીકૃષ્ણ હુડાએ હરાવ્યા.
હરિયાણાની 90 સીટો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થઈ હતી. આજે પરિણામ આવી રહ્યા છે. જેમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. રાજ્યની 90 સીટો પર ભાજપ 38, કોંગ્રેસ 34, જેજેપી 10 અને અન્ય 8 સીટો પર આગળ છે. બહુમતનો આંકડો એટલે 46 સીટો સુધી કોઈ પાર્ટી પહોંચી શક્યુ નથી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે અપક્ષ અને નાની પાર્ટીઓ સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
પૂર્વ સીએમ ભૂપેન્દર સિંહ હુડાએ કોઈ પાર્ટીને બહુમત ન મળતો જોઈને કહ્યુ કે હરિયાણામાં ભાજપ સામે બધા પક્ષોએ એક સાથે આવવુ જોઈએ. રોહતકમાં હુડાએ કહ્યુ કે ભાજપને સત્તામાંથી બહાર રાખવી જરૂરી છે. એવામાં આ સમય કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ અને જીતીને આવેલા અપક્ષ ધારાસભ્યોએ સાથે આવવુ જોઈએ. હુડાએ કહ્યુ કે બધાએ મળીને હરિયાણાને એક મજબૂત સરકાર આપવી જોઈએ અને ભાજપને સત્તાથી દૂર કરી દેવુ જોઈએ.
જિંદ જિલ્લાની ઉચાના કલાં વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય ચૂંટાઈને આવેલા જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યુ કે રાજ્યની સત્તાની ચાવી તેમની પાર્ટી પાસે રહેશે કારણકે કોંગ્રેસ કે ભાજપ 40 સીટો પાર કરી શકી નથી એવામાં તે કિંગ મેકર બનશે. હરિયાણાની 90 અને મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર આજે મતગણતરી થઈ રહી છે. આ સાથે 17 રાજ્યોની 51 વિધાનસભા સીટો માટે થયેલી પેટાચૂંટણી અને બે લોકસભા સીટોનામતોની ગણતરી થઈ રહી છે. આ બે લોકસભા સીટોમાંથી બિહારની સમસ્તીપુર લોકસભા સીટ અને મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા સીટ છે.












Click it and Unblock the Notifications
